ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુપરહિટ ફિલ્મ 'હમ આપકે હૈ કોન'ના 26 વર્ષ!, માધુરીએ ટ્વીટર પર શેર કરી તસ્વીરો - સલમાન ખાન માધુરી દીક્ષિત

સલમાન ખાન અને માધુરી દીક્ષિત સ્ટારર 90ના દાયકાની સુપરહિટ ફિલ્મ 'હમ આપકે હૈ કોન'ના બુધવારે 26 વર્ષ પૂર્ણ થયા છે. ફિલ્મના શૂટિંગના દિવસોને યાદ કરતા માધુરીએ તેના અને સલમાનના અમુક ફોટો તથા એક રિયાલિટી શોના વીડિયો સોશીયલ મીડિયા પર શેર કર્યા છે જેમાં બંને એકસાથે જોવા મળ્યા હતા.

સુપરહિટ ફિલ્મ 'હમ આપકે હૈ કોન'ના 26 વર્ષ! માધુરીએ ટ્વીટર પર શેર કરી તસવીરો
સુપરહિટ ફિલ્મ 'હમ આપકે હૈ કોન'ના 26 વર્ષ! માધુરીએ ટ્વીટર પર શેર કરી તસવીરો

By

Published : Aug 5, 2020, 3:18 PM IST

મુંબઇ: વર્ષ 1994માં આવેલી માધુરી દીક્ષિત અને સલમાન ખાનની રોમેન્ટિક ડ્રામા 'હમ આપકે હૈ કોન' ફિલ્મે બુધવારે રિલીઝના 26 વર્ષ પૂર્ણ કર્યા છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને આ ફિલ્મના સંવાદો તથા ગીતો યાદ ન હોય. ખૂબ જ લોકપ્રિય થયેલી આ ફિલ્મને અત્યારના સમયમાં પણ 'કલ્ટ ક્લાસિક' નું સ્ટેટસ આપવામાં આવે છે.

માધુરી દીક્ષિતે તેના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મની થ્રોબેક તસવીરો શેર કરી ફિલ્મના શૂટિંગ વખતની યાદો તાજી કરી હતી, " HAHKના 26 વર્ષ! વિશ્વાસ જ નથી થતો. આ સમયની રમુજી ક્ષણો, દરેક દ્રશ્યને વ્યવસ્થિત ફિલ્માવવા માટેની ટીમની મહેનત, બધું યાદ કરી રહી છું.."

માધુરીએ સલમાન સાથેના એક રિયાલિટી શોમાં આ ફિલ્મના અમુક દ્રશ્યો રિક્રિએટ કર્યા હતા. જેનો વીડિયો પણ તેણે શેર કર્યો છે.

આ ફિલ્મ 1982માં આવેલી ફિલ્મ 'નદિયા કે પાર'થી પ્રેરિત હતી. તેમ છતાં આ ફિલ્મે દર્શકોના મનમાં એટલી ઉંડી છાપ છોડી હતી કે, તેના દરેક એક એક દ્રશ્યો સાથે દર્શકો એક પ્રકારનું પોતીકાપણું અનુભવી શકતા. આજે પણ આ ફિલ્મના ગીતો દરેક લગ્નમાં આનંદપૂર્વક ગવાય છે અને સંવાદો દરેકના ચહેરા પર સ્મિત લાવે છે.

આ બ્લોકબસ્ટરને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ દિગ્દર્શન સહિતની કેટેગરીમાં કુલ 13 ફિલ્મફેર એવોર્ડ એનાયત થયા હતા. જે માધુરી દીક્ષિત અને સલમાન ખાન બંને સિતારાઓ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો.

ABOUT THE AUTHOR

...view details