હરિદ્વારમાં યોજાયેલા સાહિત્ય મહોત્સવમાં પહોંચેલા સમિર અંજાને દીપિકા પદુકોણની JNU મુલાકાતનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, દેશ એક મોટા પરિવર્તન તરફ આગળ વધી રહ્યો છે.
પ્રખ્યાત ફિલ્મ ગીતકાર સમીર અંજાનેએ દીપિકા પાદુકોણનો વિરોધ કર્યો - સમિર અંજાન
હરિદ્વારઃ દીપિકા પાદુકોણ JNUમાં હિંસા બાદ JNUની મુલાકાતે ગઈ હતી. જે બાદ ઘણા લોકો દીપિકા પાદુકોણને સમર્થન આપી રહ્યાં છે. જ્યારે ઘણા લોકો તેનો વિરોધ પણ કરી રહ્યાં છે. હરિદ્વારના સાહિત્ય મહોત્સવમાં પહોંચેલા પ્રખ્યાત ફિલ્મ ગીતકાર સમીર અંજાને કહ્યું કે, JNU વિવાદ અને દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક સાથે કોઈ લેવાદેવા નથી. આ સમયે JNU જવું તેના માટે યોગ્ય નહોતું. બીજી તરફ, CAA, JNU જેવી ઘટનાઓએ કહ્યું કે, દેશ મોટા પરિવર્તન તરફ આગળ વધી રહ્યો છે.
ગીતકાર સમીર અંજાને કહ્યું કે, તેમણે દીપિકા પાદુકોણ JNU કેમ ગઈ એ સમજાતુ નથી. આ મુલાકાતથી તેમનો આશય શું હતો, એ તેમણે જાહેરમાં કહેવું જોઈએ. CAA, NRC અને JNU મુદ્દે તેમણે કહ્યું કે, દેશ બદલાવ તરફ આગળ વધી રહ્યો છે. બદલાવ શું આવશે એ તો સમય બતાવશે. જે લોકોને લાગે છે કે, દેશ બરબાદી તરફ આગળ વધી રહ્યો છે, તેવું માનવાવાળા ખોટા છે.
અભિનેત્રી દીપિકા પાદુકોણ JNUમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શનમાં જવાના કારણે દેશભરમાં ભારે હોબાળો મચી ગયો છે. ફિલ્મ જગતના લોકો પણ આ બાબતે વિભાજિત છે. કેટલાક દીપિકા પાદુકોણને સમર્થન આપી રહ્યા છે, તો કેટલાક તેનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યાં છે.