- શિલ્પા શેટ્ટી અને તેની માતાની મુશ્કેલીમાં વધારો
- શિલ્પા અને તેમની માતાને આપવામાં આવી નોટીસ
- કેસમાં અન્ય 3 પણ આરોપીઓ
લખઉન: જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમની માતાની મુશ્કેલીમાં વધારો થયો છે. લખનઉમાં ઓયસિસ વેલનેસ સેન્ટર કેસમાં આરોપી શિલ્પા શેટ્ટી અને તેમની માં સુંનદા શેટ્ટીને ચિનહટ પોલીસને મુંબઈ જઈને નોટીસ આપી છે. મુંબઈમાં ચિનહટ પોલીસ શિલ્પા શેટ્ટીના ઘરે નોટીસ આપવા ગઈ હતી. પોલીસ દ્વારા આપવામાં આવેલી નોટીસનો જવાબ શિલ્પા શેટ્ટીએ 3 દિવસમાં આપવાનો રહેશે.
છેતરપીંડીનો કેસ
ADCP પૂર્વી સૈયદ આબ્દીએ જણાવ્યું કે, 19 જૂન 2020એ વિભૂતિખંડ સ્થિત ઓમક્સ હાઈટ નિવાસી જ્યોત્સનાએ ઓયસિસ કંપનીની ડાયરેક્ટર શિલ્પા શેટ્ટી અને તેમની માં સુંનદા શેટ્ટીના વિરૂદ્ધ 1 કરોડ 69 લાખ રૂપિયા પડાવવાનો કેસ દાખલ કર્યો હતો. કંપની સાથે જોડાયેલા વિનય ભસીન, આશા પૂનમ ઝા, અનામિકા ચતુર્વેદી પણ આ કેસમાં આરોપી છે. વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસની તપાસ ચિનહટ પોલીસ કરી રહી છે.
આ પણ વાંચો: વડાપ્રધાન આજે 'આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ'માં ભાગ લેશે
મેનેજરને આપવામાં આવી નોટીસ
ADCPનું કહેવુ છે કે, ચિનહટ પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર BBD ચોકી ઈન-ચાર્જ અજય કુમાર શુક્લા શિલ્પા શેટ્ટીને નોટીસ આપવા માટે મુંબઈ મોકલવામાં આવ્યા હતા. ફિલ્મ અભિનેત્રી ઘર પર ન હોવાના કારણે તેમના મેનેજરને નોટીસ આપવામાં આવી હતી. આ નોટીસનો જવાબ અભિનેત્રીને 3 દિવસમાં આપવાનો રેહેશે. કેસમાં આરોપી બનાવવામાં આવેલા કિરાણા બાબાને પણ પૂછપરછ માટે નોટીસ આપવામાં આવશે.
1 કરોડ અને 69 લાખ રૂપિયાનું રોકાણ
ઘોટાલાનો કેસ નોંધાવનારી જ્યોત્સનાનો દાવો છે, કે ફેન્ચાઈઝી માટે કરોડો રૂપિયા લેવા બાદ તેનમને ઉપકરણ મોંઘા ભાવે વેંચવામાં આવ્યા હતા. જ્યોત્સનાએ જણાવ્યું કે, લખનઉમાં વેલનેસ સેન્ટર ખોલવા માટે શિલ્પા શેટ્ટીની કંપનીએ તેમની પાસે થી 1 કરોડ અને 69 લાખનુ ઈન્વેસમેન્ટ કરાવ્યું હતું. રોકણ પહેલા શિલ્પા શેટ્ટીનો એક વીડિયો બતાવીને કહેવામાં આવ્યું હતું કે આ વેલનેસ સેન્ટર દ્વારા તેઓ દર મહિને 5 લાખ રૂપિયા કમાઈ કરી શકશે. તે બાદ તે વેલનેસ સેન્ટર પર શિલ્પા શેટ્ટીના નજીકના લોકોએ કબ્જો કરી લીધો હતો.
આ પણ વાંચો: Horoscope for the Day 12 August : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ...
નોટીસમાં આ સવાલો પર જવાબ માંગવામાં આવ્યા
- અભનેત્રી ઓયસિસ વેલનેસ સેન્ટર સાથે ક્યારથી જોડાયેલી હતી ?
- છેતરપીંડીના કેસમાં તમારો પક્ષ શું છે ?
- વેલનેસ સેન્ટરના ડાયરેક્ટર પદ પરથી પોતાને કેમ દૂર કર્યા ?
- ફ્રેન્ચાઇઝીને બીજા વર્ગના સામાનની સપ્લાયની જાણ હતી કે નહીં ?