મુંબઈ: અભિનેતા પ્રતિક ગાંધી રવિવારે જણાવ્યુ હતું કે, તે અને તેમની પત્ની ભામિની ઓઝા તેમજ ભાઈ પૂનિત કોરોના પોઝિટિવ આવ્યા છે. પ્રતિક ગાંધીએ ગુજરાતી ફિલ્મો જેવી કે, 'બે યાર', 'રોંગ સાઈડ રાજુ'. 'લવની ભવાઈ' અને હિન્દી ફિલ્મો જેવી 'મિત્રોં' અને 'લવયાત્રી'માં અભિનય કર્યો છે.
પ્રતિકે ટ્વીટર પર પોસ્ટ કરી તેમની પત્ની અને તેઓ હોમ કોરોન્ટાઈન અને ભાઈને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પરિવારજનો અને મિત્રોના સપોર્ટ અને હુંફથી અમે કોરોના સામે લડીશું