મુંબઈઃ કાર્તિક આર્યન અને સારા અલી ખાન હાલ પોતાની ફિલ્મ ‘લવ આજ કલ 2’ની સાથે તેમના લવ ટ્રેકના કારણે પણ ચર્ચામાં છે. તેમની કેમેસ્ટ્રી રિયલમાં પણ એટલી જ ક્યૂટ જોવા મળે છે. હાલમાં જ તેમની એક તસવીર વાયરલ થઈ છે. જેમાં બંને કેઝ્યુઅલ લૂકમાં છે અને કાર્તિક પોતાના હાથેથી સારાને જમાડી રહ્યો છે. આ તસવીરની કેપ્શનમાં લખ્યું છે કે, "કાફી દુબલી હો ગઈ હે, આઓ પહેલી જેસી સેહત બનાયે"
જોવા મળ્યો કાર્તિક-સારાનો પ્રેમ, જાણો શું કર્યું?
ઑનસ્ક્રિન લવ કપલ કાર્તિક આર્યન અને સારા અલી ખાનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં બંનેની ક્યૂટ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.આ તસવીરમાં કાર્તિક સારાને પોતાના હાથથી જમાડતો જોવા મળે છે.
કાર્તિક સારા
નોંધનીય છે કે, બંને લોકો પોતાની ફિલ્મ ‘લવ આજ કલ 2’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ તેઓ એક ડાન્સ શૉ જોવા મળ્યાં હતાં. જેમાં અભિનેતા સ્ટંટસ કરતો જોવા મળ્યો હતો. આ ફિલ્મ વેલેન્ટાઈન્સ ડેના દિવસે રીલિઝ થવાની છે. જેણે ઈમ્તિયાઝ અલીએ નિર્દેશિત કરી છે.