મુંબઈ : ઇમ્તિયાઝ અલી દિગ્દર્શિત ફિલ્મ 'લવ આજ કાલ'માં સારા અલી ખાન અને કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં છે. સિનેમાઘરો પછી આ ફિલ્મ હવે OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર ટ્રેન્ડ કરી રહી છે.
લોકડાઉનને કારણે દેશના તમામ થિયેટરો બંધ છે. પરંતુ દર્શકોનું મનોરંજન અટક્યું નથી. ડિજિટલ પ્લેટફોર્મ પર એક પછી એક નવી ફિલ્મો અને વેબ સિરીઝ આવી રહી છે. આ ઉપરાંત, OTT પ્લેટફોર્મ્સ એવી ફિલ્મો પણ પ્રસારિત કરી રહ્યું છે કે, જે તાજેતરમાં થિયેટરોમાં રિલીઝ થઈ હતી. તેમાંથી કાર્તિક આર્યન અને સારા અલીની 'લવ આજ કાલ' છે.