ગુજરાત

gujarat

ETV Bharat / sitara

લોકડાઉનઃ બે મહિનામાં પહેલીવાર ઘરની બહાર નીકળેલી અભિનેત્રી પ્રિયંકાએ તસવીર કરી શેર - લોકાડાઉન ન્યૂઝ

પ્રિયંકા ચોપડા છેલ્લા બે મહિનામાં પ્રથમ વખત તેમના લોસ એન્જલસના ઘરેથી બહાર નીકળી હતી. તેની તસવીર શેયર કરીને તેને લોકોને લોકડાઉનના નિયમોનું પાલન કરવાની સલાહ આપી હતી.

Priyanka
Priyanka

By

Published : May 12, 2020, 11:59 AM IST

દેશી ગર્લ પ્રિયંકા ચોપડા હાલમાં પતિ નિક જોનાસ સાથે લોસ એન્જલસમાં છે. તે ઘરની ક્વોરેન્ટાઇન કરી રહી છે. પ્રિયંકા છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયા પર સક્રિય હતી. તે તેના જીવન સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ શેર કરતી રહે છે. પ્રિયંકાએ તાજેતરમાં એક તસવીર શેર કરી છે.

પ્રિયંકાએ માસ્ક પહેરેલી તસવીર શેર કરતી વખતે લખ્યું હતું કે, આંખો ક્યારેય શાંત હોતી નથી. બે મહિનામાં પહેલીવાર ઘરની બહાર નીકળ્યા છે. લોકોને અપીલ કરું છું કે, જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી ઘર છોડશો નહીં. અમે પણ આ જ નિયમનું પાલન કરી રહ્યાં છે.

પ્રિયંકાએ તેના પાલતુ કુતરા ગિનો અને ડાયના સાથે ફોટો શેર કર્યો છે. ફોટામાં તે બંનેને ગળે લગાવેલી જોવા મળી રહી છે. ફોટો શેયર કરતી વખતે તેણે લખ્યું- 'કડ્ડલ્સ સાથે સૂર્ય કિરણોનો આનંદ લેવામાં મજા આવે છે'.

ABOUT THE AUTHOR

...view details