ગુજરાત

gujarat

ETV Bharat / sitara

લોકડાઉનઃ ધર્મેન્દ્ર અને આયુષ્માન શું કરી રહ્યાં છે? - અભિનેતા આયુષ્માન અને ધર્મેન્દ્ર

લોકડાઉન વચ્ચે પ્રકૃતિની મજા માણતા સ્ટાર ધર્મેન્દ્રએ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ પોતાના બગીચામાં પાણી નાખી રહ્યા છે અને પાર્કમાં ઉગાવવામાં આવેલા ફ્રેસ પ્રોડક્ટ્સથી બનેલી વસ્તુનો નાસ્તો કરી રહ્યાં છે, ત્યારે બીજી બાજુ ભારતીય ઇતિહાસ વિશે વધુ જાણવા આયુષ્માન ખુરાનાએ ઓનલાઇન ક્રોસ સાથે જોડાયો છે.

અભિનેતા આયુષ્માન અને ધર્મેન્દ્ર લોકડાઉન દરમિયાન કરી રહ્યા કંઇક આવું કામ...
અભિનેતા આયુષ્માન અને ધર્મેન્દ્ર લોકડાઉન દરમિયાન કરી રહ્યા કંઇક આવું કામ...

By

Published : May 5, 2020, 9:22 PM IST

મુંબઇ: લોકડાઉન દરમિયાન જ્યાં બધા સ્ટાર્સ પોતાના ઘરોમાં કંઇક નવું કરવાની કોશિશ કરી રહ્યાં છે, ત્યાં સ્ટાર ધર્મેન્દ્ર પ્રકૃતિમાં પોતાનો સમય વિતાવી રહ્યાં છે. અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક નવો વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ બગીચાના છોડને પાણી આપી રહ્યાં છે.

'યમલા પાગલા દીવાના' સ્ટારે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર એક ટૂંકી વીડિયો શેર કર્યો હતો. જેમાં તે બગીચામાં છોડોને પાણી આપી રહ્યો છે. આ વીડિયોના અંતે કુદરતી વસ્તુઓનો નાસ્તો કરતો જોઇ શકાય છે. અભિનેતાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, 'બધા પ્રેમની સાથે...સ્વસ્થ અને મજબૂત રહો... કોરોનાથી વહેલી તકે છૂટકારો મેળવવા માટે સામાજિક અંત બનાવી રાખો.."

સુપરસ્ટાર આયુષ્માન ખુરાના જે હંમેશાં કવિતાઓમાંથી શીખતા રહે છે અને લોકડાઉન દરમિયાન દરેકનું મનોરંજન કરતા હોય છે, તેણે કહ્યું કે તેઓ ઓનલાઇન કોર્સ દ્વારા ઇતિહાસ શીખી રહે છે. પોતાના જ્ઞાનને વધારવાની ઉત્સુકતાને શેર કરતાં આયુષ્માને કહ્યું કે, 'મેં હંમેશાં મારી જાતને કંઇક નવું શિખવા માટે તૈયાર કરૂ છું, કારણ કે હું માનું છું કે આપણે જીવીશું ત્યાં સુધી આપણે શીખીશું. હું હંમેશાં જ્ઞાનની શોધમાં રહું છું.'

ABOUT THE AUTHOR

...view details