મુંબઇ : અભિનેતા પંકજ ત્રિપાઠી અભિનયના તમામ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા બતાવી ચુક્યા છે.ત્યારે હવે તેઓ પોતાના ઘરમાં રહીને તેમના અંદર છુપાયેલી લેખકની પ્રતિભાને બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
કોરોના વાઇરસના કારણે તેઓ પોતાના ઘરમાં જ છે.ત્યારે પંકજ આ અંગે કહે છે કે,કલાકાર લેખકથી જોડાયેલા હોય છે.એક કલાકારની રીતે જે લેખક તેની વાર્તામાં રહેવા માંગે છે તે અમે પોતાના બોડી લેન્ગવેજ, પોતાની કુશળતા સાથે પર્દા પર પેશ કરીએ છીએ.