મુંબઈ: ત્રણ વખતના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા નસરુદ્દીન શાહ પોતાનો મોટાભાગનો સમય લોકડાઉન દરમિયાન વિલિયમ શેક્સપીયરના નાટકો વાંચવામાં વિતાવે છે.
દિગ્ગજ અભિનેતાએ જણાવ્યું હતું કે, "હું એવા લોકોમાંથી એક છું જે ઘરે રહીને ઘરની અંદર આનંદ માણી શકે. હું મૂવીઝ જોઉં છું, પુસ્તકો વાંચું છું. મેં રસોડામાં મદદ કરવાનું શરૂ કર્યું. જે લગ્ન પછી બંધ થઈ ગયું હતું. મેં લાંબા સમય સુધી રસોઈ નહોતી બનાવી. હું મારા દીકરાને શેક્સપિયરના કેટલાક નાટકો વિશે કહી રહ્યો છું. અને તેમની સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી રહ્યો છે.. "