મુંબઈ: કોરોના વાઈરસના કારણે ચાલી રહેલા લોકડાઉનમાં સરકાર દ્વારા રાહત અપાયા બાદ પ્રસિધ્ધ સિંગર લતા માંગેશકરે શુક્રવારે લોકોને વાઇરસથી બચવા જરૂરી સાવચેતી રાખવા વિનંતી કરી હતી.
લોકડાઉન હળવું થઈ રહ્યું છે, વાઈરસ નાબૂદ નથી થયો: લતા માંગેશકર - લોકડાઉન
બોલિવૂડના દિગ્ગજ પ્લેબેક સિંગર લતા માંગેશકરે સોશિયલ મીડિયા દ્વારા દરેકને કોરોના વાઇરસ પ્રત્યે સાવચેત રહેવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું, "લોકડાઉન ખોલવામાં આવ્યું છે, વાઈરસ નાબૂદ થયો નથી. તેથી સરકારે જારી કરેલી માર્ગદર્શિકાનો અમલ કરો"
લતા મંગેશકર
90 વર્ષીય ગાયિકાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરવા ટ્વિટરનો સહારો લીધો હતો. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, મારી બધાને વિનંતી છે કે, સંપૂર્ણ સુરક્ષા અને કાળજી રાખો. સરકાર દ્વારા લોકડાઉન ખોલવામાં આવ્યું છે, પણ કોરોના વાઈરસ નાબૂદ થયો નથી. તેથી સરકારે જારી કરેલી માર્ગદર્શિકાનું પાલન કરો.