ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Lock up Teaser Release: 'લોક અપ'ના ટીઝરમાં દેખાઈ કંગના રનૌતની દબંગગીરી - સોશિયલ મીડિયા

કંગના રનૌતે રિયાલિટી શો 'લોક અપ'નું (Lock up Teaser Release) ટીઝર શેર કર્યું છે. શોમાં 16 સેલિબ્રિટીઝ હશે. શોના કંટેસ્ટેંટસને જેલની અંદર બંધ કરી દેવામાં આવશે. જાણો ક્યારે થશે શો (Lock up Release Date) રિલીઝ..

Lock up Teaser Release: 'લોક અપ'ના ટીઝરમાં દેખાઈ કંગના રનૌતની દબંગગીરી
Lock up Teaser Release: 'લોક અપ'ના ટીઝરમાં દેખાઈ કંગના રનૌતની દબંગગીરી

By

Published : Feb 13, 2022, 10:55 AM IST

Updated : Feb 13, 2022, 2:04 PM IST

મુંબઈઃબોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે તેના સોશિયલ મીડિયા હેન્ડલ (kangana Ranaut social Media Handle) પર રિયાલિટી શો 'લોક અપ'નું ટીઝર શેર (Lock up Teaser Release) કર્યું છે. શોમાં 16 સેલિબ્રિટી હશે, જેના નામની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં (Lock up Release Date) આવશે. જાણો આ શો વિશે વિગતે..

રિયાલિટી શોમાં જામીનનો કોન્સેપ્ટ

આ શોના સ્પર્ધકોને જેલની અંદર બંધ કરવામાં આવશે સાથે જ રિયાલિટી શોમાં જામીનનો કોન્સેપ્ટ પણ હશે. ટીઝરમાં, કંગનાએ જ્યારે લોકઅપની ગલીમાંથી પસાર થઈ રહી છે, ત્યારે તેને જબ્બરદસ્ત અંદાજ બતાવ્યો છે. આ દરમિયાન કંગના ખેલના નિયમો વિશે વિસ્તારપૂર્વક વર્ણન કરે છે તથા તે જેટલા લોકોને નફરત કરે છે, તેના પર કટાક્ષ કરે છે. આ સાથે ભાઇ-ભત્રીજાવાદ તરફ ઇશારો કરે છે.

આ પણ વાંચો:Film Heropanti 2 Release Date: ટાઈગર શ્રોફે શેર કર્યું 'હીરોપંતી 2'નું નવું પોસ્ટર, જાણો ફિલ્મ ક્યારે થશે રિલીઝ

કંગનાએ કહ્યું..હવે મારો સમય આવ્યો

કંગના કહે છે કે, હવે સમય આવી ગયો છે કે, જેલમાં રહેલા સ્પર્ઘકો સાથે હવે મન મુતાબિક વર્તન કરવામાં આવે. હાથમાં લાકડી લઇ, કંગના કહે છે કે, મારે નફરત કરવાવાળાનો સામનો કરવો પડ્યો છે. આ સાથે મારી વિરુધ્ધ જેણે FIR નોંધાવી ઉપરાંત મારી વિરુદ્ધ ભાઈ-ભતીજાવાદનો ઉપયોગ કર્યો. આ લોકોએ મારા જીવનને રિયાલિટી શોમાં બદલી દીધું છે, પરંતુ હવે મારો સમય આવ્યો છે. હું લાવી રહી છું. બધા રિયાલિટી શોનો બાપ. અહીંયા પપ્પાની સંપતિ પણ કામ આવશે નહીં.

જાણો શો ક્યારે રિલીઝ થશે

તેના સોશિયલ મીડિયા (Social Media) પર ટીઝર શેર કરતા અભિનેત્રીએ કહ્યું, 'મેરા જેલ હૈ ઐસા, ના ચલેગી ભાઈગીરી ના પાપા કા પૈસા! AltBalaji Zee અને MXPlayer પર 27 ફેબ્રુઆરી. ટ્રેલર 16 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

આ પણ વાંચો:IPL 2022: આઇપીએલ ઓકશનમાં આર્યન ખાન અને સુહાના ખાન નજર આવ્યાં, જુઓ તસવીરો

Last Updated : Feb 13, 2022, 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details