મુંબઇઃ કંગનાની ઓફિસ પર બીએમસીની કાર્યવાહીનો કેસ હવે હાઇકોર્ટ સુધી પહોંચી ગયો છે. કંગનાએ ટ્વીટ કરીને કહ્યું કે, મારા ઘર પર કોઇ પણ રીતનું ગેરકાયદે નિર્માણ કરવામાં આવ્યું નથી. આ સાથે જ સરકારે કોવિડ-19ના સંકટને ધ્યાને રાખીને બધા જ તોડફોડ પર 30 સપ્ટેમ્બર સુધી રોક લગાવી છે.
કંગનાની ઓફિસમાં BMCની તોડફોડ પર હાઈકોર્ટનો સ્ટે
કંગનાની ઓફિસ પર બીએમસીની કાર્યવાહીનો કેસ હવે હાઇકોર્ટ સુધી પહોંચી ગયો છે. કંગનાએ કહ્યું- મારા ઘરનું કોઇ પણ નિર્માણ ગેરકાયદે નથી.કંગનાની ઓફિસમાં BMCની તોડફોડ પર હાઈકોર્ટે સ્ટે લગાવ્યો છે. BMC ની ટીમ પરત ફરી.
કંગનાએ નિશાન સાધતા લખ્યું કે, બૉલિવૂડ જોઇ રહ્યું છે કે, ફાસીવાદ શું હોય છે? કંગનાએ આ ટ્વીટ બાદ ઉદ્ધવ ઠાકરે સરકાર પ્રશ્નોથી ઘેરાયેલી છે. મુંબઇને લઇને કરેલી ટિપ્પણી બાદ બૉલિવૂડ અદાકારા કંગના રનૌત અને શિવસેના આમને-સામને આવી ગયાં છે. કંગનાના કટાક્ષ નિવેદનોની વચ્ચે બીએમસીએ કંગનાના ઓફિસ પર બુલડોઝર ફેરવ્યું છે.
બીએમએસીએ મંગળવારે કંગનાના બંગલાની બહાર એક નોટિસ લગાવી છે. જે અનુસાર બીએમસીની મંજૂરી વગર અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. આ તરફ મહારાષ્ટ્ર સરાકર અધ્યયન સુમનના આરોપોને આધારે કંગના વિરૂદ્ધ ડ્રગ્સ લેવાના કેસમાં તપાસ કરશે. કંગના સતત મહારાષ્ટ્ર સરકાર વિરૂદ્ધ આક્રમક ભાવ રાખી રહી છે. તેમણે મુંબઇને એકવાર ફરીથી POK ગણાવતા BMCની તુલના બાબર સાથે કરી હતી.