ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આલિયાના સેલફોનના વોલપેપર પર જોવા મળ્યો રણબીર કપૂરનો ફોટો - આલિયા

આલિયા ભટ્ટના સેલફોને એ વાતની પોલ ખોલી નાંખી છે કે, આલિયાને રણબીર પ્રત્યે કેટલો પ્રેમ છે. ગત સાંજે આલિયા ભટ્ટ એક ઈવેન્ટમાં પહોંચી જ્યાં કેમેરામાં તેના ફોનનું વોલપેપર જોવા મળ્યું હતું. ત્યારબાદથી આલિયાના ફોનની તસવીર વાઈરલ થઈ ગઈ છે. આલિયા તેની મિત્ર આકાંક્ષા રંજનની ફિલ્મ ગિલ્ટીના સ્પેશલ સ્ક્રીનિંગમાં પહોંચી હતી.

આલિયાના ફોન વોલપેપર પર જોવા મલી રણબાર કપૂરની ફોટો
આલિયાના ફોન વોલપેપર પર જોવા મલી રણબાર કપૂરની ફોટો

By

Published : Mar 5, 2020, 10:39 PM IST

મુંબઈ: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં હાલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સૌના ફેવરિટ લવ બર્ડ્સ કહેવાય છે. જોકે હજી સુધી આલિયા કે રણબીરે ક્યારેય પોતાના સંબંધો વિશે 'મગનું નામ મરી' પાડ્યું નથી. પરંતુ આ બંને બોલિવૂડ સ્ટાર્સનો પ્રેમ ક્યારેક ડેટિંગ તો ક્યારેક વીડિયોમાં ઉભરા મારતો દેખાય છે.

રણબીર અને આલિયાના પ્રેમની ચર્ચા એ હદે જોરમાં છે કે, ક્યારેક તો બંનેના લગ્નની તારીખ સામે આવે જાય છે. રણબીર કપૂરને લઈને આલિયા કેટલી સીરિયસ છે તેનો જવાબ હાલમાં જોવા મળ્યો હતો. આલિયાના મોબાઈલ ફોને જ એ વાતની ચુગલી કરી નાખી છે કે, આલિયાને રણબીર પ્રત્યે કેટલો પ્રેમ છે. ગઈકાલે આલિયા જ્યારે એક ઈવેન્ટમાં પહોંચી જ્યાં કેમેરામાં તેના ફોનનું વોલપેપર જોવા મળી ગયું. ત્યારબાદથી આલિયાના ફોનની તસવીર વાઈરલ થઈ ગઈ છે.

આલિયાના આ વોલપેપરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, બંનેનો પ્રેમ કઈ હદે પહોંચી ગયો છે. કારણકે રણવીર અને આલિયાનો આ ફોટો એકદમ રોમેન્ટિંક અંદાજમાં છે. બંને એકબીજાને ભેંટતા જોવા મળી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details