આજે પણ કિશોર દાના ગીતના શબ્દોની જેમ જ ‘પલ પલ દિલ કે પાસ’ રહેનારા કિશોર કુમારના અવાજના હર કોઇ તેમના ચાહકો છે. તો આવો જાણીએ તેમના સફરની દિલચસ્પ વાતો...
તો આવો જાણીએ રંગીન મિજાજ કિશોર દા વિશે...
મધ્યપ્રદેશના ખંડવામાં મધ્યમવર્ગીય બંગાળી પરિવારમાં કિશોર કુમારનો જન્મ થયો હતો. તેમના માતા-પિતાના સૌથી નાનો પુત્ર નટખટ આભાશ કુમાર ગાંગુલી ઉર્ફ કિશોર કુમારનું બાળપણ સંગીતની દિશા તરફ જ આગળ વધી રહ્યું હતું. કિશોર કુમાર પહેલેથી જ મહાન અભિનેતા અને કેએલ સહગલની જેમ જ ગાયક કલાકાર બનવા માગતા હતા. સહગલને મળવાની ચાહત લઇ કિશોર દા 18 વર્ષની ઉમરમાં જ મુંબઇ પહોંચ્યો હતા. તેમના મોટા ભાઇ અશોક કુમાર અભિનેતા તરીકે પોતાની ઓળખાણ બનાવી ચૂક્યા હતા. કિશોર દા એવું ઇચ્છતા હતા કે, તે પોતાની ઓળખાણ કિશોર કુમારની અદાકારીની બદલે પાર્શ્વગાયક બનવા માગતા હતા.
કિશોર કુમારને અભિનય કરવાની ઇચ્છા ન હતી છતા પણ તેમણે અભિનયમાં કામ શરૂ કર્યું, કારણે કે તેમને ક્યારેક ગાવાનો મોકો પણ મળતો હતો. કિશોર કુમારનો અવાજ સહગલના અવાજ સાથે ઘણી હદ્દે મળતો હતો. કિશોર દાએ સૌથી પહેલા વર્ષ 1948માં બોમ્બે ટોકિઝની ફિલ્મ ‘જિદ્દી’માં સહગલના અંદાજમાં અભિનેતા દેવાનંદ માટે ‘મરને કી દુઆએ ક્યું માંગૂ’ ગીત ગાવાનો મોકો મળ્યો હતો. કિશોર દાએ વર્ષ 1951માં મુખ્ય ભૂમિકામાં ફિલ્મ ‘આંદોલન’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી પરંતુ આ ફિલ્મ દર્શકોને પસંદ પડી નહોતી. ત્યારબાદ 1953માં પ્રદર્શિત ફિલ્મ ‘લડકી’માં અભિનેતા કરિયરની પહેલી હીટ ફિલ્મ હતી.
કિશોર કુમારે મેરે સપનો કી રાની, પલ પલ દિલ કે પાસ, તેરે બિના જિંદગી સે કોઇ અને ગાતા રહે મેરા દિલ સહિત તમામ એવા ગીત ગાયા છે, જે ગીતના શબ્દો આજે પણ લોકોની જુબા સાંભળવા મળે છે. કિશોર દાએ નિર્દેશન સિવાય તેમણે કેટલીક ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે. જેમાં ઝુમરૂં, દૂર ગગન કી છાંવ મેં, દૂર કા રાહી, જમીન આસમાન અને મમતા કી છાંવ મે જેવી ફિલ્મો સામેલ છે. 1987માં કિશોર કુમારે નિર્ણય લીધો કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી સન્યાસ લઇ તે પોતાના ગામ ખંડવા પરત ફરશે. તે હંમેશા કહેતા હતા કે, ‘દૂધ જલેબી ખાયેંગે, ખંડવા મે બસ જાયેંગે.’ પરંતુ તેમનું આ સપનું અધુરૂ રહી ગયું. 13 ઓક્ટોબર 1987માં હાર્ટ એટેકના કારણે તેમણે દુનિયાને અલવીદા કહી દીધુ હતું. પરંતુ આજે પણ કિશોર દાના ચાહકોની દિવાનગી તેમની પ્રત્યે અણમોલ જ છે.