મુંબઈઃ ફિલ્મકાર લીના યાદવે ઋષિ કપુરને યાદ કરતાં તેમની સાથે જોડાયેલી કેટલીક વાતો શેર કરી હતી. ઋષિ કપુરના ફિલ્મ 'રાજમા ચાવલ' ને નિર્દેશિત કરનાર લીનાએ તેમના જીવનના જુનુન પ્રત્યે અને ખુબ પ્રમાણિક વ્યકિતના રુપમાં તેમને યાદ કરે છે.
લીના યાદવે ઋષિ કપુરના યાદ કરતાં શેર કરી કેટલીક રસપ્રદ વાતો - બૉલીવુડ ન્યૂઝ
બૉલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપુરનું 30 એપ્રિલે નિધન થયું હતુ. તેમના નિધનથી હજી પણ બૉલીવુડમાં ગમગીની છવાયેલી છે. નિર્દેશક લીના યાદવે ઋષિ કપુરને યાદ કરતાં તેમની સાથે જોડાયેલી કેટલીક વાતો શેર કરી હતી.
લીનાએ જણાવ્યું કે, ' જ્યારે હું તેમને પહેલી વાર મળવા ગઈ અને મે તેમની સાથે મારો વિચાર શેર કર્યો હતો. તેમણે મને કહ્યું કે, ફિલ્મમાંં બીજા કોણ કોણ છે. આ સાથે જ તેમણે મને કહ્યું કે, મારે મોટા સ્ટાર સાથે ફિલ્મ બનાવવી જોઈએ, જેથી વધારે લાભ મળી શકે. તે એવા અભિનેતાઓમાંના નહોતા જે માત્ર પોતાના વિશે જ વિચારેે, તે ફિલ્મની કહાની કેવી છે અને કેવી રીતે ઉભરી આવશે તેના પર પણ વિચાર કરતાં હતાં. તે જેટલાં જ એવું કહેવા માંગતા કહેવા હતા કે, આ ફિલ્મ તેમના માટે સાચો વિકલ્પ નથી હું એટલી જ તેમની સાથે ફિલ્મ કરવા ઉત્સુક બની રહી હતી. આખરે તેમણે કહ્યું કે ઠીક છે. સંભળાવો કહાની અને મે તમને ફિલ્મની કહાની સંભળાવી જે તેમને પંસદ પડી હતી.'
લીનાએ વધુમાં કહ્યું કે, 'હુ એવા લોકોને વધારે પંસદ કરું છું જે પોતાના કામ પ્રત્યે પ્રામાણિક હોય. ઋષિજી એટલા જ્ઞાન સાથે પણ એક ખુશનુમાન, રમણીય માણસ હતાં. તે ચાદંની ચોકની ગલીઓમાં ચાલ્યાં જતા અને ત્યાંના દુકાનદારો સાથે વાતો કરતાં હતા. ઋષિ કપુર ત્યાંનુ સ્ટ્રીટ ફુડ ખાતાં હતા અને અમને પણ ખાવાનું કહેતા હતાં. ખરેખર જ્યારે તમે ઋષિ કપુરનો જુઓ તો જુનુન સમાન લાગે છે.'