ન્યૂઝ ડેસ્ક:દિગ્ગજ ગાયિકા લતા મંગેશકર (Lataji Health Update) 8 જાન્યુઆરીથી હોસ્પિટલમાં દાખલ છે. ચાહકો તેમના સ્વાસ્થ માટે પ્રાર્થના કરી રહ્યા છે, જ્યારે લતાજીની તબિયતમાં પહેલા કરતા સુધારો છે, પરંતુ તેમના ચાહકો તેમના માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. 8 જાન્યુઆરીએ તેમને કોરોના (corona case in india) પોઝિટિવ અને ન્યુમોનિયા જેવી ગંભીર બીમારી થયા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં (Mumbai Breach Candy Hospital) દાખલ કરાયા હતા. 92 વર્ષીય લતાજીને ICUમાં ડોક્ટરોની કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ સાથે અયોધ્યામાં સાધુઓએ દીદીના સારા સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજયનો જાપ કર્યો હતો.
લતાજી માટે 'મહામૃત્યુંજય અને સંકટમોચન હનુમાનના મંત્રોના' ઉચ્ચારણ
ભારત રત્ન સુરોની મહારાણી લતા મંગેશકરના ઝડપી સ્વસ્થ થવા માટે અયોધ્યામાં આચાર્ય પીઠ તપસ્વી છાવણી ખાતે 'રાજસૂય મહાયજ્ઞનું' આયોજન કરાયું હતું. આ મહાયજ્ઞ તપસ્વી છાવણી પીઠાધીરેશ્વર જગદગુરુ પરમહંસ આચાર્ય દ્વારા સંપન્ન થયો હતો. લતાજીના સારા સ્વાસ્થ્ય માટે 'મહામૃત્યુંજય અને સંકટમોચન હનુમાનના મંત્રોના' ઉચ્ચારણ સાથે વેદના રિચાઓ સાથે સંતોએ યજ્ઞશાળામાં આહુતિ આપી હતી.
પીએમ મોદીને અપીલ કરશે
જગદગુરુ પરમહંસ આચાર્ય મહારાજે આ દરમિયાન કહ્યું કે, અમે ગાયિકા લતા મંગેશકરના સારા સ્વાસ્થ્ય માટે 'મહામૃત્યુંજય જાપ' કર્યાં છે. આ સાથે તેઓએ એક ઇરછા પ્રગટ કરતા કહ્યું કે, "હું પીએમ મોદીને તેમને મળવા વિનંતી કરીશ.
પરિવાર તરફથી આવ્યું નિવેદન