ગુજરાત

gujarat

ETV Bharat / sitara

28 દિવસની સારવાર બાદ લતાજી ડિસ્ચાર્જ, ફેન્સનો માન્યો આભાર - lata mangeshkar news

મુંબઈઃ છેલ્લા કેટલાક સમયથી મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ભારતરત્ન સિંગર લતા મંગેશકર આખરે ઘરે પહોંચ્યાં છે.  28 દિવસથી મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં દાખલ લતાજીને રવિવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમણે ફેન્સનો પ્રાર્થના અને પ્રેમ તથા આદર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

lata manheshkar
lata manheshkar

By

Published : Dec 8, 2019, 11:52 PM IST

લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ પડવાને કારણે બ્રીચ કૈંડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. 28 દિવસની સારવાર બાદ આખરે તે ઘરે પહોંચ્યા છે. જો કે, હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમના સ્વાસ્થ્યને લઈ અનેક અટકળો ચાલી હતી. ઘરે પહોંચ્યા બાદ લતાજીએ ફેન્સનો પ્રાર્થના, પ્રેમ અને આદર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ટ્વિટર પર પોતાના સ્વાસ્થ્ય અંગે ટ્વિટ કરતાં લતાજીએ લખ્યું કે, "નમસ્કાર, છેલ્લા 28 દિવસથી હું બ્રીચ કૈંડી હોસ્પિટલમાં દાખલ હતી. મારા નિમોનિયાની સારવાર ચાલી રહી હતી. ડોક્ટરે મને હોસ્પિટલમાં રોકાણ કરી સંપુર્ણ સારવાર થયા બાદ ઘરે જવાની સલાહ આપી હતી. આજે હું મારા માતા- પિતાના અને તમારા આશિર્વાદથી સ્વસ્થ થઈ ગઈ છું અને ઘરે પરત ફરી છું. હું તમારા બધાનો દિલથી આભાર માનુ છું."

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારા તમામ ચાહકોનો હું દિલથી આભાર માનું છું. મારા ડોક્ટરર્સ અને નર્સિંગ સ્ટાફ પણ ખુબ જ ઉમદા હતા. તમારો અઢળક પ્રેમ અને આશિર્વાદ મારા માટે અમુલ્ય છે.

લતાજીના ટવિટ પર પ્રતિભાવ આપતા એક યુઝરે લખ્યું કે, 'તમે ઠીક છો એ સાંભળી આનંદ થયો. તુમ જીયો હજારો સાલ.'

આઈકોનિક સિંગર લતાજીને 2001માં ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે 36 ભારતીય ભાષાઓમાં હજારો ગીતને પોતાનો સ્વર આપ્યો છે. આ સાથે જ તેમને અનેક સન્માનો મળ્યા છે. એક રિપોર્ટ અનુસાર 1948 થી 1974 સુધીમાં આશરે 25000 કરતા પણ વધારે ગીત ગાયા છે.

ABOUT THE AUTHOR

...view details