મુંબઈઃ આજે દુનિયાના સૌથી લોકપ્રિય કોમિક એક્ટર ચાર્લી ચેપ્લિનનો જન્મદિવસ છે. બૉલીવુડ ફેમસ સિંગર લતા મંગેશકરે ચાર્લી ચેપ્લિનનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. લતા દીદીએ વીડિયો શેર કરી ચાર્લી ચેપ્લનિની યાદોને તાજા કરી હતી.
ચાર્લી ચેપ્લિનના જન્મદિવસ પર લતા મંગેશકરે તેમને યાદ કરી વીડિયો કર્યો શેર - સિંગર લતા મંગેશકર
વિશ્વના સૌથી લોકપ્રિય કોમેડિયન ચાર્લી ચેપ્લિનનો આજે જન્મદિવસ છે. આ તકે બૉલીવુડ સિંગર લતા મંગેશકરે ટ્વિટર પર એક વીડિયો શેર કરી તેમને યાદ કર્યા હતાં.
![ચાર્લી ચેપ્લિનના જન્મદિવસ પર લતા મંગેશકરે તેમને યાદ કરી વીડિયો કર્યો શેર bollywood news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6817669-686-6817669-1587039529225.jpg)
bollywood news
લતા મંગેશકરે ટ્વિટર પર વીડિયો શેર કરતાં લખ્યું છે, ' નમસ્કાર, જેમનો હાસ્ય અભિનય અને નિર્દેશન પુરા વિશ્વમાં લોકપ્રિય હતું, છે અને રહેશે, એવા મહાન કલાકાર ચાર્લી ચેપ્લીનની આજે જંયતી છે. આજે હું તેમને કોટી કોટી પ્રણામ કરું છું.
ચાર્લી ચેપ્લીન કહો કે સર ચાર્લ્સ સ્પેંસર ચેપ્લિન એક અંગ્રેજી કૉમેડિયન, અભિનેતા અને ફિલ્મ નિર્માતા હતાં. ચાર્લી ચેપ્લિનને તેમની સાઈલન્ટ ફેમિલી માટે ઓળખવામાં આવે છે.