ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Lata Mangeshkar Passed Away: શાહરૂખ ખાન પર વરસ્યો ટીકાઓનો વરસાદ, જાણો કેમ? - સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર

સોશિયલ મીડિયા (Social Media) પર હાલ એક તસવીર અને વીડિયો ફરી રહ્યો છે. જેમાં શાહરૂખ ખાન અને તેની મેનેજર દદલાણી લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. આ દરમિયાન એસઆરકે તેમના માટે દુઆ માગી અને ત્યારબાદ તેના ધર્મ પ્રમાણે તેને લતાજીના (Lata Mangeshkar Passed Away) પાર્થિવ દેહ પર થૂંક્યું હતું. જેના પર સોશિયલ મીડિયા પર ટીકાકારોએ તેના પર જોરદાર ટીકાઓનો વરસાદ વરસાવ્યો છે..

Lata Mangeshkar Passed Away: શાહરૂખ ખાન પર વરસ્યો ટીકાઓનો વરસાદ, જાણો કેમ?
Lata Mangeshkar Passed Away: શાહરૂખ ખાન પર વરસ્યો ટીકાઓનો વરસાદ, જાણો કેમ?

By

Published : Feb 7, 2022, 2:16 PM IST

Updated : Feb 7, 2022, 5:36 PM IST

મુંબઈ: સમગ્ર દેશ સુપ્રસિદ્ધ ગાયિકા (Legendary singer Lata Mangeshkar) લતા મંગેશકરના નિધન (Lata Mangeshkar Passed Away) પર શોકમાં છે, ત્યારે નેટિઝન્સ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને તેની મેનેજર પૂજા દદલાણીની વાયરલ તસવીરો અને વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે, જેમાં મેગાસ્ટારને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

જાણો સમગ્ર મામલા વિશે

વાયરલ તસવીરમાં શાહરૂખ ખાન હાથ ઊંચો કરી દુઆ માંગતા જોઈ શકાય છે, જ્યારે દદલાણી પ્રખ્યાત ગાયકને શ્રદ્ધાંજલિ આપતા હાથ જોડે છે. ખાને પણ લતાજીને પુષ્પાંજલિ અર્પણ કરી, ત્યારબાદ દુઆ કરી તેના ચરણ સ્પર્શ કર્યા હતાં. તેમના હાવભાવથી પ્રભાવિત થયેલા ચાહકોએ આ સ્નેપને 'સેક્યુલર ભારતનું ચિત્ર' ગણાવવાનું શરૂ કર્યું હતું. "કેટલાક ધર્મગુરુઓ પણ ભારતને એક કરવાના આ સુંદર દૃશ્યને પચાવી શકતા નથી! ખરેખર લતાજી એક ઉમદા ગાયક સાથે વ્યકિત પણ એટલા જ સારા હતાં કે જેઓ મૃત્યું પછી પણ માણસોને એક કરવાનું ચાલુ રાખ્યું.

એસઆરકે પર ટીકાઓનો વરસાદ

આ વાયરલ તસવીર પર સોશિયલ મીડિયા (Social Media) યૂઝરે લખ્યું કે, "#ShahRukhKhan જેવું કોઈ નથી અને ક્યારેય થશે પણ નહી. તેના બીજા પ્રશંસકે લખ્યું, "શાહરૂખ ખાનના પ્રશંસક હોવા પર ગર્વ છે. ત્રીજાએ ટ્વીટ કર્યું, "ધર્મનિરપેક્ષ ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ." આ ચિત્ર ખરેખર એક 'સકારાત્મક ચિત્ર' હતું. જે રવિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું, પરંતુ લોકોના એક વર્ગે 'ઓમ શાંતિ ઓમ' સ્ટારની દુઆ પાઠ કર્યા પછી લતા મંગેશકરના નશ્વર અવશેષો પર કથિત રીતે 'થૂંકવા' બદલ ટીકા પણ કરી હતી.

આ પણ વાંચો:Ranbir Kapoor And Alia Bhatt: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ફેન્સના ઇંતજારનો આવ્યો અંત

ફાતિહા ઇસ્લામમાં સામાન્ય પ્રથા

એક ટ્વિટર યુઝરે લખ્યું, "માનવામાં આવતું નથી કે SRKએ #લતાદીદીના શરીર પર થૂંક્યું છે, જ્યારે તેને તેમનું "અંતિમ સન્માન" અર્પણ કર્યું છે... ભલે તમારો મઝહબ તમને આ શીખવે છે. બીજા એક યુઝરે લખ્યું, "શરમ આવે છે SRKને તેણે લતાદીદી પર આ કૃત્ય કરી, જ્યારે તેને તેમનું "અંતિમ સન્માન" આપવામાં આવતું હતું. લતા મંગેશકરના પાર્થિવ દેહ પર શાહરૂખ ખાને જે પ્રદર્શન કર્યું તે 'ફાતિહા' છે, જે ઇસ્લામમાં સામાન્ય પ્રથા છે.

બોલિવૂડના ઘણા સ્ટાર્સ શિવાજી પાર્ક પહોચ્યાં હતા

જણાવીએ કે ડ્રગના કેસમાં આર્યન ખાનની ધરપકડ બાદ ગયા વર્ષના અંતથી લોકોની નજરથી દૂર રહીને શાહરૂખ ખાન પ્રથમ વખત લોકોની સમક્ષ આવ્યો હતો. SRK સહિત રણબીર કપૂર, આમિર ખાન, શ્રદ્ધા કપૂર, ક્રિકેટર સચિન તેંડુલકર, ગાયિકા અનુરાધા પોડવાલ, સંગીતકાર શંકર મહાદેવન, વિદ્યા બાલન અને તેના પતિ અને નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર સહિત અનેક હસ્તીઓ અંતિમ સંસ્કારમાં હાજર હતા. તેઓએ દિવંગત આઇકોનિક ગાયકને પુષ્પાંજલિ અર્પણ કરી.

ખરેખર લાગે છે કે શારુહખ ખાને લતાજીના પાર્થિવ દેહ પર થુંક્યું હતું? જાણો તેની પાછળ રહેલા તથ્ય વિશે...

ગઈ કાલે સાંજે બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન જ્યારે લતા મંગેશકરને આખરી સલામ આપવા માટે પહોંચ્યો તો દુઆમાં તેના બંને હાથ ઉપર ઉઠ્યા. લતા દીદીના આત્માની શાંતિ માટે દુઆ કરી. દુઆ પઢીને માસ્ક હટાવ્યો અને ફૂંક પણ મારી. લતા દીદીના દીદાર કર્યા અને પગે લાગીને પોતાનો પ્રેમ અને સન્માન વ્યક્ત કર્યા હતી. હાથ જોડીને નમન પણ કર્યા. ફૂંકને 'થૂંકવું' ગણાવીને સવાલ થઈ રહ્યા છે. હવે આ ચર્ચા વચ્ચે સવાલ એ છે કે આખરે શાહરૂખ ખાને જે કર્યું તે શું હતું?

ઈસ્લામિક પરંપરા

ઈસ્લામિક પરંપરા મુજબ જ્યારે કોઈ દુઆ કરવામાં આવે છે, ત્યારે તે માટે બંને હાથને ઉઠાવીને છાતી સુધી લાવવાના રહે છે. તથા અલ્લાહને બંદગી કરાય છે. એ દુઆ કોઈના સ્વસ્થ હોય, કોઈની નોકરીની દુઆ, કે પછી કોઈ આત્માની શાંતિ માટે દુઆ...દુઆ કોઈ પણ હોઈ શકે છે. શાહરૂખે લતાદીદીના પાર્થિવ શરીર પાસે જે કર્યું તે આ જ હતું. તેમણે જરૂર લતા દીદીના આત્માને શાંતિ મળે તેવી દુઆ કરી હશે, ત્યારબાદ તેણે દીદીના પાર્થિવ શરીર પર ફૂંક મારી હતી. ઇસ્લામિક ધર્મમાં દુઆ બાદ ફૂંક મારવા પાછળનું કારણ છે તેના પર તે દુઆની અસર પહોંચે જે માટે શાહરૂખે લતાજીના પાર્થિવ દેહ પર ફુંક મારી હતી. ફૂંક મારવાનો હેતુ, કુરાનની આયાતો દ્વારા કોઈની મદદ કરવા કે કોઈ દુ:ખથી મુક્તિ મેળવવાનો છે.

અભિનેત્રી સ્વરા ભાસ્કરે જણાવ્યું..

અભિનેત્રી સ્વરા ભાસ્કરે અરુણ યાદવની ટ્વીટ શેર કરતા લખ્યું કે, દરરોજ આ નફરતી ચિંટુ પોતાની નફરતને જહાલતમાં છૂપાવીને પોતાની તંગદીલીના પુરાવા આપે છે. શાહરૂખ તો દુઆ ફૂંકી રહ્યો હતો પણ આ નફરતી લોકોની માનસિકતા આ દેશમાંથી બહાર થૂંકવા લાયક જ છે.

આ પણ વાંચો:Lata Mangeshkar passed Away: આશા ભોંસલેએ બહેનને યાદ કરી શેર કરી તસવીર

Last Updated : Feb 7, 2022, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details