મુંબઇ:હાલ સોશિયલ મીડિયા (Social Media) પર એક તસવીર વાયરલ થઇ રહી છે. જેના પર બોલિવૂડ સ્ટાર્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. લતા મંગેશકરના નિધનથી (Lata Mangeshkar passed Away) સમગ્ર દેશ શોકમાં છે, ત્યારે બહેનના ગયા પછી આશા ભોંસલેએ એક બાળપણની યોદા તાજા કરતી તસવીર શેર કરી છે. જેના પર તેણે સુંદર કેપ્શન પણ આપ્યું છે. જુઓ તસવીર...
આશા ભોંસલેએ કરી તસવીર શેર
આશા ભોંસલેએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Asha Bhonsle Instagram Account ) પર બહેન લતાજીના ગયા પછી બાળપણનો ફોટો શેર કરીને તેમને યાદ કર્યાં છે. આશા ભોંસલેએ એક જૂનો ફોટો શેર કર્યો છે. જેમાં બન્ને બહેન સાથે જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતા આશા ભોંસલેએ લખ્યું છે કે, દીદી અને હું, બાળપણના પણ કેવા દિવસો હતા. આ પોસ્ટ પર ફેન્સ પણ દિલ ખોલીને પ્રેમ વરસાવી રહ્યાં છે.