મુંબઇ: સ્વરા નાઈટિંગેલ અને ભારત રત્ન 92 વર્ષીય લતા મંગેશકરની હાલત (Lata Mangeshkar Health update) અત્યંત નાજુક બની ગઈ છે. છેલ્લા 27 દિવસથી તે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં (Breach Candy Hospital Mumbai) દાખલ છે. હાલમાં જ તેમને વેન્ટિલેટર સપોર્ટ પરથી હટાવી દેવામાં આવ્યા હતા, પરંતુ આજે શનિવારના ફરી એક વાર લતા દીની તબિયત બગડતા વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. તેમને કોરોના અને ન્યુમોનિયાથી સંક્રમિત થયા બાદ 8 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ડોક્ટરોની ટીમ 24 કલાક હોસ્પિટલમાં હાજર
લતા મંગેશકરની સારવાર કરી રહેલા પ્રતીત સમધાની અને તેમની ટીમ સતત સ્વર કોકિલાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યાં છે. ફરી એકવાર લતા દીની તબિયત બગડતાં તેમણે તરત જ ડોક્ટરોને વેન્ટિલેટર પર ખસેડ્યા છે. તેમની સારવાર માટે ડોક્ટરોની ટીમ 24 કલાક હોસ્પિટલમાં હાજર છે.