ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Lata Mangeshkar Health Update: લતા મંગેશકરને વેન્ટિલેટર પરથી હટાવ્યાં બાદ આવેલા સુધારા વિશે જાણો? - ભારતીય સિનેમાના મહાન પ્લેબેક ગાયક લતા મંગેશકર

લતા મંગેશકરના સારા સ્વાસ્થ માટે તેમનો પરિવાર, બોલીવૂડ અને ચાહકો દ્વારા પ્રાર્થનાઓનો દોર શરૂ છે. 8 જાન્યુઆરીના કોરાનાથી સંક્રમિત (corona Case In india) થયા બાદ અને ન્યુમોનિયાથી પીડાતા મુંબઇની બ્રીચ હોસ્પિટલમાં (Breach Hospital Mumbai) દાખલ કર્યા હતા. જ્યાં ડો. પ્રતિત સમદાની અને તેમની ટીમ હેઠળ લતાજીની સારવાર (Lata Mangeshkar Health Update) થઇ રહી છે, ત્યારે લતાજીની તબિયત વિશે ડો. પ્રતિતે ખુલાસો કર્યો છે. જાણો તેમના વિશે...

Lata Mangeshkar Health Update:  લતા મંગેશકરને વેન્ટિલેટર પરથી હટાવ્યાં બાદ આવેલા સુધારા વિશે  જાણો?
Lata Mangeshkar Health Update: લતા મંગેશકરને વેન્ટિલેટર પરથી હટાવ્યાં બાદ આવેલા સુધારા વિશે જાણો?

By

Published : Jan 30, 2022, 11:29 AM IST

મુંબઇ: લતા મંગેશકરના સારા સ્વાસ્થ (Lata Mangeshkar Health Update) માટે પ્રાર્થનાઓનો દોર શરૂ છે. જેના પરિણામ સ્વરૂપ લતાજીની તબિયત વિશે ડો. પ્રતિતે સમાચાર (Breach Hospital Mumbai) આપ્યાં છે કે, તેમની તબિયતમાં થોડો સુધારો થયો છે. જાણો લતાજીના હેલ્થ વિશે PTIએ શું વાત કરી છે?

વેન્ટિલેટર સપોર્ટ પરથી હટાવ્યાં પછી લતાજીની તબિયતમાં સુધારો

PTIના અહેવાલ અનુસાર, 92 વર્ષની સિંગર સ્વરા નાઇટિંગલને લગભગ 19 દિવસ બાદ વેન્ટિલેટર સપોર્ટ પરથી હટાવ્યાં પછી તેમની તબિયતમાં સુધારો આવ્યો છે, પરંતુ હજુ પણ તેમને ICUમાં નિરીક્ષણ હેઠળ રખાયા છે. અયોધ્યામાં લતા મંગેશકરના સારા સ્વાસ્થ્ય માટે પૂજા કરવામાં આવી રહી છે, તપસ્વી છાવણી ખાતે સતત 40 દિવસ સુધી રાજસૂય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શનિવારે પૂર્ણ થયો હતો. વૈદિક બ્રાહ્મણોની હાજરીમાં તપસ્વી શિબિરમાં વેદની રચનાઓમાંથી આહુતિ આપવામાં આવી હતી. આ દરમિયાન ડઝનબંધ સંતો, મહંતો અને અનુયાયીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો:Bigg Boss 15 Grand finale 2022: બિગ બોસ 15ના ગ્રાન્ડ ફિનાલેમાં રાકેશ બાપટે કર્યો ખુલાસો

1942માં 13 વર્ષની વયે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો

ભારતીય સિનેમાના મહાન પ્લેબેક ગાયકોમાંના (Indian cinema Great playback singer Lata Mangeshkar) એક લતા મંગેશકર. જેણે 1942માં 13 વર્ષની વયે પોતાની કારકિર્દીનો પ્રારંભ કરી દીધો હતો અને તેમણે વિવિધ ભારતીય ભાષાઓમાં 30,000 થી વધુ ગીતો ગાયા છે. સાત દાયકાથી વધુની તેમની કારકિર્દીમાં, તેણે 'અજીબ દાસ્તાં હૈ યે', 'પ્યાર કિયા તો ડરના ક્યા', 'નીલા આસમાન સો ગયા' અને 'તેરે લિયે' જેવા ઘણા યાદગાર ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.

આ પણ વાંચો:Rudra 2022: વેબ સિરીઝ 'રૂદ્રઃ ધ એજ ઑફ ડાર્કનેસનું ટ્રેલર રિલીઝ

ABOUT THE AUTHOR

...view details