ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Lata Mangeshka Passed Away: લતાજીને તેના ફેન્સ આપી રહ્યાં આ અંદાજમાં શ્રદ્ધાંજલિ - સિંગિંગ કરિયર

ભારત રત્ન લતા મંગેશકરના નિધનથી (Lata Mangeshka Passed Away) આખો દેશ આઘાતમાં છે. સોશિયલ મીડિયા (Social media) પર લોકો પોતપોતાની રીતે શોક વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક તેની ગાયકી કારકિર્દી વિશે વાત કરી રહ્યા છે તો કેટલાક તેના અનોખા અને સદાબહાર ગીતોને યાદ કરી તેમને તેમના અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. તેમાંથા બે વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે. જુઓ...

Lata Mangeshka Passed Away: લતાજીને તેના ફેન્સ આપી રહ્યાં આ અંદાજમાં શ્રદ્ધાંજલિ
Lata Mangeshka Passed Away: લતાજીને તેના ફેન્સ આપી રહ્યાં આ અંદાજમાં શ્રદ્ધાંજલિ

By

Published : Feb 6, 2022, 5:26 PM IST

મુંબઇ: ભારત રત્ન લતા મંગેશકરના નિધનથી (Lata Mangeshka Passed Away) આખો દેશ શોકમાં ડૂબી ગયો છે. સોશિયલ મીડિયા (Social media) પર લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક લોકો તેમની લાંબી સંગીતની કારકિર્દી વિશે વાત કરી રહ્યા છે, તો કેટલાક તેમનાસદાબહાર ગીતોને યાદ કરી રહ્યા છે.

લતાજી તેના અવાજ અને તેના સંગીતના લીધે હમેશા માટે અમર

જો તેમના સિંગિંગ કરિયરની (Singing career) વાત કરીએ તો તેમણે લગભગ 70 વર્ષ સુધી બોલિવૂડમાં ગાવાનું કામ કર્યું અને પોતાના સુંદર અવાજથી તેઓ લોકોના દિલ અને દિમાગ પર છવાઈ ગયા હતા. તેમણે 40ના દાયકામાં ગાવાનું શરૂ કર્યું અને વર્ષ 2010 સુધી બોલિવૂડને હજારો એવરગ્રીન ગીતો આપી લોકોના દિલોમાં રાજ કર્યું છે અને હંમેશા તેના ગીતોથી લતાજી યોદોમાં જીવિત રહશે. લતાજી તેના અવાજ અને તેના સંગીતના લીધે હમેશા માટે અમર થઇ ગયાં છે.

આ પણ વાંચો:Lata Mangeshkar Passed Away: લતાજીના નિધન પર બોલ્ડ તસવીર શેર કરી ફસાઇ આ અભિનેત્રી, યુઝર્સે કહ્યું.....

ફેન્સ તેમને તેની શૈલીમાં શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે

લતા મંગેશકરના કેટલાક ગીતો છે જે નવી પેઢીમાં ખૂબ જ લોકપ્રિય છે. લોકો તેમને સાંભળવાનું પસંદ કરે છે. જેમાં ‘લગ જા ગલે’ અને ‘મેરી આવાઝ હી મેરી પહેચાન હૈ’ જેવા ગીતોનો સમાવેશ થાય છે. લોકો સોશિયલ મીડિયા પર તેમના ગીતો સાથે જોડાયેલા ઘણા બધા વીડિયો પણ શેર કરી રહ્યા છે અને તેમની પોતાની શૈલીમાં તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

આ ગીત સાંભળી જવાહરલાલ નેહરુની આંખો પણ ભીની થઇ ગઇ હતી

લતા મંગેશકરના દેશભક્તિના ગીત ‘એ મેરે વતન કે લોગોં’ની તો વાત જ શું કરવી. આ એક અમર ગીત છે, જેનો એક અલગ ઈતિહાસ છે. એવું કહેવાય છે કે, જ્યારે લતા મંગેશકરે આ ગીત પંડિત જવાહરલાલ નેહરુની સામે રજૂ કર્યું હતું, ત્યારે તેને સાંભળીને તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઇ હતી. તે પછી પણ તેમણે આ ગીત પર અનેક પ્રસંગોએ પોતાનું પરફોર્મન્સ આપ્યું છે અને દરેક વખતે લોકોની આંખો ભીની કરી છે. તેમના મૃત્યુ બાદ તેમનું ગીત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. વાસ્તવમાં આ ગીત દેશના કરોડો નાગરિકોની લાગણી સાથે જોડાયેલું છે.

આ પણ વાંચો:Lata Mangeshkar Death: જાણો લતાજી કોની પ્રેરણાથી બન્યા હતા સુરોના રાણી

ABOUT THE AUTHOR

...view details