ન્યૂઝ ડેસ્કઃ બોલીવુડની પાર્શ્વ ગાયિકા અને સ્વરકોકિલા લતા મંગેશકરનો આજે 91મો જન્મદિવસ છે. દુનિયાભરમાં લતાજીના કરોડો પ્રશંસકોમાં તેમને માં સરસ્વતીનો અવતાર માનવામાં આવે છે. લતાજીના અવાજની સમગ્ર દુનિયા દીવાની છે. તેમણે પોતાના સુરીલા અવાજ માટે કેટલાક નામાંકિત પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા છે.તો ચાલો જાણીએ તેમના જીવનની અમુક રોચક વાતો...
'ડૉટર ઓફ ધ નેશન'ના એવોર્ડથી સન્માનિત હરીશ ભીમાણીએ તેમના પુસ્તક 'In Search of Lata Mangeshkar'માં લતા મંગેશકરના ગુજરાત સાથેના સબંધનો ઉલ્લેખ કર્યો છે. લતાજીના પિતા દીનાનાથ મંગેશકરે બે ગુજરાતી બહેનો સાથે લગ્ન કર્યા હતા અને લતા પોતાની નાની પાસેથી માતાજીના ગરબા શીખ્યા હતા. લતા મંગેશકરે ઘણા બધા ગુજરાતી ફિલ્મી ગીતોને પણ પોતાનો અવાજ આપ્યો છે.
લતા મંગેશકરને વર્ષ 2001માં ભારત સરકારે 'ભારત રત્ન'થી સન્માનિત લતા મંગેશકરનુંં ભારતીય સંગીતમાં મહત્વપૂર્ણ યોગદાન માટે ભારત સરકારે 1969માં પદ્મભૂષણ, 1989માં દાદા સાહેબ ફાળકે , 1999માં પદ્મ વિભૂષણ, 2001માં ભારત રત્ન અને 2008માં ભારતની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠની સ્મૃતિમાં "લાઈફ ટાઈમ અચીવમેન્ટ માટે વન ટાઈમ અવોર્ડ"થી સન્માનિત કર્યા હતા.
લતા મંગેશકરનો આજે 91મો જન્મદિવસ લતા મંગેશકરને વર્ષ 2001માં ભારત સરકારે 'ભારત રત્ન'થી સન્માનિત કર્યા હતાં. આ ઉપરાંત તેમને દાદાસાહેબ ફાળકે, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, મહારાષ્ટ્રભૂષણ, નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર સહિતના ઢગ્લાબંધ સન્માનો પ્રાપ્ત થયાં છે. સંગીત માટેની સાધના, લગન અને મહેનતથી વિશ્વભરના સંગીતના શ્રોતાઓ માટે આદર્શની સાથે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે.
કેટલાક નામાંકિત પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા લતાજીને 1972થી 1990 સુધી બેસ્ટ ફિમેલ પ્લેબૈક સિંગર એવોર્ડ જીતી ઈતિહાસના પન્નાઓમાં તેમનું નામ સ્વર્ણ અક્ષરે લખવામાં આવ્યું હતુ.મહારાષ્ટ્ર સરકાર તરફથી લતાજીને કેટલાક મહ્તપુર્ણ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. જેમાં 1996માં સર્વશ્રેષ્ઠ પાશ્વગાયિકા, 1996માં સર્વશ્રેષ્ઠ સંગીત નિર્દેશક, 1997માં જૈત રે જૈત માટે સર્વશ્રેષ્ઠ પાશ્વ ગાયિકા ,1997માં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર અને 2001માં મહારાષ્ટ્ર રત્નથી નવાજવામાં આવ્યા છે.
લતા મંગેશકરનુંં ભારતીય સંગીતમાં મહત્વપૂર્ણ યોગદાન લતાજીએ 36થી વધુ ભાષાઓમાં ગીતો ગાઈ ચૂક્યા છે. જે એક કીર્તિમાન છે. જેના માટે 1974માં તેમનું નામ દુનિયાના સૌથી વધુ ગીત ગાવા માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતુ.
બોલીવુડની પાર્શ્વ ગાયિકા અને સ્વરકોકિલા લતા મંગેશકર લતાજીને 90માં જન્મદિવસ પર લતા 7 દશકાઓ સુધી ભારતીય સિનેમામાં તેમનું યોગદાન આપ્યું છે. તે માટે તેમને 'ડૉટર ઓફ ધ નેશન'ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભારતની સ્વરકોકિલા લતા મંગેશકરનો આજે 91મો જન્મદિવસ