નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત પાછળના રહસ્ય દિવસેને દિવસે શંકાસ્પદ થતા જઈ રહ્યા છે. આ વચ્ચે દિવંગત અભિનેતાના પરિવારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે સંકેત આપ્યો છે. સુશાંતની પર્સનલ ડાયરીના અંતિમ પત્તામાં કાંઈક મહત્વપૂર્ણ હોય શકે છે અને તેનાથીએ સંકેત મળી શકે છે કે, તેના મૃત્યુ પાછળ કોણ હોઇ શકે છે.
પૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ (એએસજી) અને સિનિયર એડવોકેટ વિકાસસિંહે IANS સાથે વિશેષ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મારા મત મુજબ તે ડાયરી મહત્વપૂર્ણ છે. તે ડાયરીમાં દરરોજ તેના મગજમાં હતું તે લખી રહ્યા હતા કાંઈક તો એમાંથી જાણવા મળશે કે તેમને આત્મહત્યા કેમ કરી હતી.
સુશાંત મૃત્યુ કેસ ગુરુવારના રોજ કેન્દ્રીય તપાસ બ્યૂરોની પાસે પહોંચ્યા હતો. હવે અધિકારક્ષેત્ર જેઓ મુદ્દો પણ નથી રહ્યો આ પર વરિષ્ઠ એડવોકેટે જણાવ્યું કે, હવે કેસ કેન્દ્રીય તપાસ એજન્સી પાસે છે અને ભારત ભરના કોઈપણ કેસની તપાસ કરી શકે છે.
પૂછવામાં આવ્યું હતું કે, શું સુશાંતનેં મારવાનો પ્લાન કરવામાં આવ્યો હતો. શું મુંબઈ પોલીસ અપરાધીની વ્યાપકતાને ઓછી કરી રહ્યા છે તે પર વકીલે કહ્યું અમારા માટે તે સ્પષ્ટ કહેવું અસંભવ નથી. કારણ કે પરિવારના કોઈપણ સભ્ય તેની સાથે રહેતા ન હતા. સામાન્ય રીતે જે જાણવામાં આવી રહ્યું છે તે ખૂબ ચોંકાવનારું એટલે જ અમે લોકો ચિંતામાં છીએ.