- બોલીવૂડમાં ફરી વ્યાપી સ્ટાર કપલના લગ્ન અંગે ગપશપ
- રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની વાત
- અભિનેત્રી લારા દત્તાએ કહી નવી વાત
ન્યૂઝ ડેસ્ક:આજકાલના અરસામાં બોલિવૂડની ગલીઓમાં ફરતું માત્ર એક જ કપલ છે એમ કહેવું ખોટું નથી. કેમ કે, આ બંનેના પ્રેમના સમાચાર છાનેછપને બધાંને ખબર છે! આ એક એવું કપલ છે જે ક્યારેક પોતાની ગ્લેમરસ તસવીરોથી હેડલાઇન્સમાં ચમકે છે તો ક્યારેક તેઓ સાથે જોવા મળે છે ત્યારે ચર્ચામાં આવે છે. યુવા સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની આ વાત છે. બંનેના ચાહકો તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ સંદર્ભે ફિલ્મ એકટ્રેસ લારા દત્તા જે પોતાની ફિલ્મ 'બેલ બોટમ' માટે હેડલાઇન્સમાં આવી ગઈ છે તેણે બંનેના લગ્ન વિશે મોટી વાત કહી છે.
લારા દત્તાએ કહ્યું, તેઓ આ વર્ષે લગ્ન કરી શકે છે
લારા દત્તાએ હાલમાં જ એક મીડિયા હાઉસને આપેલી મુલાકાતમાં ઘણી બાબતો જણાવી હતી. જેમાં આલિયા અને રણબીરની વાત પણ હતી. ખરેખર તો જ્યારે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો લારા કહે છે કે 'હું જૂની પેઢીની બની ગઇ છું. મને ખબર નથી કે કોણ કોને ડેટ કરી રહ્યું છે અને કોણ હવે સાથે નથી. પરંતુ આ સાથે લારાએ એમ પણ કહ્યું કે 'મને લાગે છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ વર્ષે લગ્ન કરી શકે છે.'
આ પણ વાંચો-Bollywood Gossip: જાણો, નીતુ સિંહે આલિયા ભટ્ટ સાથે ફોટો શેર કરી કેવું આપ્યું કેપ્શન...