- બોલિવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ બેલબોટમનું (Bellbottom) ટ્રેલર થયું રિલીઝ
- ટ્રેલરમાં લારા દત્તા (Lara Dutta) દેખાઈ પણ કોઈ પણ તેને ઓળખી ન શક્યું
- ફિલ્મમાં લારા દત્તા પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીનો (Former Prime Minister Indira Gandhi) રોલ નિભાવી રહી છે
ન્યૂઝ ડેસ્કઃ બોલિવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બેલબોટમ'નું (Bellbottom) ટ્રેલર મંગળવારે સાંજે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. જોકે, આ ટ્રેલરમાં લારા દત્તા પણ જોવા મળી રહી છે, પરંતુ કોઈ પણ તેને ઓળખી નથી શકતું. ટ્રેલરમાં પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી તરીકે લારા દત્તા દેખાઈ રહી છે, પરંતુ તેના શાનદાર મેકઅપના (Makeup) કારણે કોઈ પણ વ્યક્તિને ખબર જ ન પડી કે તે લારા દત્તા છે. આ ફિલ્મ એક વિમાન અપહરણની સાચી ઘટનાઓથી પ્રેરિત છે, જેમાં અક્ષય કુમાર એક અંડરકવર અધિકારી (Undercover Officer) છે, જેને ભારત સરકારે 4 અપરહરણકર્તા અને 240 પ્રવાસીઓને બચાવવા માટે નિયુક્ત કર્યો છે.
આ પણ વાંચો-બોલિવુડ અભિનેત્રી જુહી ચાવલાએ 'પરમસુંદરી' ગીત પર લગાવ્યા ઠુમકા, વીડિયો થયો વાઈરલ
લારા દત્તા વડાંપ્રધાનના રોલમાં જોવા મળશે