ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કોવિડ-19ની અસર: 'લાલ સિંહ ચઢ્ઢા' આવતા વર્ષે રિલીઝ થશે - laal-singh-chaddha-release-postponed-due-to-covid19

ઘણી ફિલ્મોને કોરોના વાયરસની અસર થઈ છે. જેમાં આમિરખાનની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' નું નામ પણ સામેલ થયું છે. આ વર્ષે નાતાલ પર રિલીઝ થનારી ફિલ્મ આવતા વર્ષ સુધી મોકૂફ રાખવામાં આવી છે.

કોવિડ-19ની
કોવિડ-19ની

By

Published : Apr 18, 2020, 5:32 PM IST

મુંબઈ: કોરોના વાયરસને લીધે હોલીવુડ તેમજ બોલીવૂડની મોટી ફિલ્મોની રિલીઝ ડેટ પર અસર પડી છે. જેમાં સુપરસ્ટાર અમિરખાનની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' પણ આવતા વર્ષ રિલીઝ થશે.

આ ફિલ્મના લેખક અતુલ કુલકર્ણીએ જણાવ્યું કે, આમિરખાનની આ ફિલ્મ આ વર્ષ ક્રિસમસ પર રિલીઝ થવાની હતી. પરંતુ હવે તે આવતા વર્ષ રિલીઝ થશે. આ ફિલ્મમાં કરીના કપુર ખાન મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તેમજ બંને સ્ટારનો પહેલો લુક રિલીઝ થઇ ચૂક્યો છે. જેને જોઇને લાગી રહ્યું છે કે, આ ફિલ્મ ફરી એકવખત ધૂમ મચાવવાની છે.

આ પહેલા પણ કોરોના વાયરસને કારણે રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ 'સૂર્યવંશી' જેમાં અક્ષયકુમાર અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય રણવીર સિંહની સ્પોર્ટ્સ-ડ્રામા ફિલ્મ '83' અને સલમાન ખાનની 'રાધે: મોસ્ટ વોન્ટેડ ભાઇ' પણ આ સામેલ છે.

રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ 'સૂર્યવંશી' અક્ષય કુમાર અને કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં છે.

ABOUT THE AUTHOR

...view details