ગુજરાત

gujarat

By

Published : Aug 16, 2020, 11:02 PM IST

ETV Bharat / sitara

'લૂટકેસ'માં કુણાલ ખેમુના અભિનયની અમિતાભ બચ્ચને કરી પ્રશંસા

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને અભિનેતા કુણાલ ખેમુની ફિલ્મ 'લૂટકેસ'માં શાનદાર અભિનય બદલ પત્ર લખી પ્રશંસા કરી હતી. આ પત્રને કુણાલે તેના સોશીયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો.

'લૂટકેસ'માં કુણાલ ખેમુના અભિનયની અમિતાભ બચ્ચને કરી પ્રશંસા
'લૂટકેસ'માં કુણાલ ખેમુના અભિનયની અમિતાભ બચ્ચને કરી પ્રશંસા

મુંબઈ: મહાનાયક અમિતાભ બચ્ચને ફિલ્મ 'લૂટકેસ'માં અભિનેતા કુણાલ ખેમુનો અભિનય જોઈ ખૂબ પ્રભાવિત થયા હતા જે અંગે તેમણે પત્ર લખી તેની પ્રશંસા કરી હતી.

કુણાલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિગ બીના આ પત્રને પોસ્ટ કર્યો હતો. અમિતાભ બચ્ચને લખ્યું હતું કે "કુણાલ, થોડા સમય પહેલા મેં તમારી ફિલ્મ 'લૂટકેસ' જોઈ જેમાં તમારો અભિનય જોઈને હું ખૂબ પ્રભાવિત થયો. ફિલ્મની સ્ક્રિપ્ટ, દિગ્દર્શન, સાથી કલાકારોની ભૂમિકાઓ પણ ખૂબ જ અદભૂત હતી. હંમેશા આમ જ કામ કરતા રહો. હંમેશા ખુશ રહો. પ્રેમ સહ, અમિતાભ બચ્ચન."

કુણાલે પણ લખ્યું કે આ અત્યાર સુધીમાં તેની સાથે થયેલી સર્વશ્રેષ્ઠ ઘટના છે. મે હંમેશા કામના કરી રહી કે હું સારા કામને લાયક બનું. તમારો ખૂબ ખૂબ આભાર, અમિતાભ બચ્ચન. મારી માટે આ પ્રશંસા ખૂબ જ કિંમતી છે."

ABOUT THE AUTHOR

...view details