નેટફ્લીક્સ સીરીઝ 'સેક્રેડ ગેમ્સ'ને ઇન્ટરનેશનલ એમી એવૉર્ડઝ 2019માં બેસ્ટ ડ્રામા સેક્શનમાં નોમિનેટ કરવામાં આવી છે. આ ઇન્ટરનેશનલ ઇવેન્ટ 25 નવેમ્બરે આયોજીત થશે. કુબરાએ આ વિશે જણાવ્યું, "હું 'સેક્રેડ ગેમ્સ'નું પ્રતિનિધીત્વ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ શોએ સમગ્ર દુનિયામાં દરેકને પ્રભાવિત કર્યા છે.
'સેક્રેડ ગેમ્સ' એમી એવૉર્ડઝમાં થઇ નોમિનેટ, 'કુક્કૂ' પ્રતિનિધીત્વ કરશે - sacred games webseries
મુંબઇ: અભિનેત્રી કુબરા સૈત પોતાની મોસ્ટ પોપ્યુલર વેબસીરીઝ 'સેક્રેડ ગેમ્સ'નું ઇન્ટરનેશનલ એમી એવૉર્ડઝમાં પ્રતિનિધીત્વ કરશે.
'સેક્રેડ ગેમ્સ' એમી એવૉર્ડઝમાં થઇ નોમિનેટ, 'કુક્કૂ' પ્રતિનિધીત્વ કરશે
અભિનેત્રીએ આગળ જણાવ્યું, "આ શોનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવું અને ક્રૂના સભ્યો સાથે આ ક્ષણોને ફરી જીવવી એ પોતાનામાં જ એક એવોર્ડ સમાન છે. કુબરાએ સીરીઝમાં ટ્રાન્સજેન્ડર 'કુક્કૂ'ની ભૂમિકા ભજવી હતી. જેની ઘણી પ્રશંસા થઇ હતી. દર્શકો તરફથી મળેલા પ્રેમની તે આભારી છે. 'સેક્રેડ ગેમ્સ' પછી તેનું જીવન બદલાઇ ગયું છે.