થોડા સમય અગાઉ રિલીઝ થયેલી 'હાઉસફુલ 4'માં કૃતિ સેનન અને અક્ષય કુમારની જોડીની લોકોએ ખૂબ પ્રશંસા કરી છે. બંનેની કેમેસ્ટ્રી દર્શકોને પસંદ આવી હતી. બંને સિતારા અન્ય એક ફિલ્મમાં સાથે દેખાશે તેવી વાતો ચાલી રહી હતી. આ સમાચાર સાચા ઠરે તેવી દુવા કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે કે, બંને ફરી એકસાથે ફિલ્મમાં દેખાશે. કૃતિ સેનનને અક્ષય કુમારની આગામી ફિલ્મ 'બચ્ચન પાંડે' માટે ફાઈનલ કરવામાં આવી છે.
'હાઉસફુલ 4' બાદ અક્ષય અને કૃતિ આ ફિલ્મમાં ફરી સાથે જોવા મળશે - કૃતિ સેનન
મુંબઈઃ અભિનેત્રી કૃતિ સેનનને અક્ષય કુમારની આગામી ફિલ્મ 'બચ્ચન પાંડે' માટે ફાઈનલ કરવામાં આવી છે. ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરી 2020માં શરૂ થશે. સાજિદ નડિયાદવાલા નિર્મિત અને ફરહાદ સામજીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ક્રિસમસ 2020 પર રિલીઝ થાય તેવી શક્યતા છે.
kriti sanon akshay kumar film bachchan pandey upcoming movies Bollywood news બોલીવુડ ન્યુઝ કૃતિ સેનન અક્ષય કુમાર
કૃતિએ પોતાના ઈન્સ્ટગ્રામ સ્ટોરીમાં આ ફિલ્મમાં પોતે હોવાની વાત જાહેર કરતા સ્ક્રીનશૉટ રજૂ કર્યા અને કહ્યું કે તે આ ફિલ્મ માટે ઉત્સાહિત છે.
કૃતિની ફિલ્મ 'પાનીપત' આગામી 6 ડિસેમ્બરે રિલીઝ થશે. જેમાં તે અર્જુન કપૂરની સાથે દેખાઈ રહી છે. અક્ષય કુમારની વાત કરીએ તો હાલ તેનો મ્યૂઝિક વીડિયો 'ફિલહાલ' ખૂબ જ લોકપ્રિય થયો છે. આ ગીતમાં અક્ષય સાથે કૃતિની બહેન નુપુર સેનન જોવા મળી રહી છે.