મુંબઇ: એક્શન સ્ટાર ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે તેના બોયફ્રેન્ડ એબન હેમ્સ સાથે ઈંસ્ટાગ્રામ પર રોમેન્ટિક ફોટા શેર કર્યા છે.
એક ફોટામાં, કૃષ્ણા અને હેમ્સ બંને લિપ લોક કરતા જોવા મળી રહ્યા છે, જ્યારે અન્ય ફોટામાં, બંને પૂલમાં સમય વિતાવતા જોઇ શકાય છે.
કૃષ્ણાએ આ ફોટાઓના કેપ્શન તરીકે ઇમોજી મૂક્યા છે, જે ઇનફાઇનાઇટ દર્શાવે છે.
અભિનેતા જેકી શ્રોફની પુત્રી કૃષ્ણા, ઘણીવાર બિકીનીમાં પોતાનો ફિગર દર્શાવતી તસવીરો શેર કરતી હોય છે,.
તાજેતરમાં જ તેણે બ્લેક કલરની બિકીનીમાં પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેને તેના ચાહકો અને ફોલોઅર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.