મુંબઈ: કોરોના વાઇરસને કારણે અનેક નિર્માતાએ તેમની ફિલ્મોને ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરી છે. ભૂમિ પેડનેકર અને કોંકણા સેનની ફિલ્મ 'ડોલી કિટ્ટી ઓર વો ચમકતે સિતારે’ પણ રિલીઝ થઈ ચૂકી છે.પહેલા સિનેમામાં જ્યાં મહિલાઓને ખુબ પ્રેરણાદાયક, પવિત્ર અને સકારાત્મક પાત્રમાં દેખાડવામાં આવતા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ફિલ્મમેકર્સે મહિલાઓને એવા પાત્રમાં રજૂ કરી છે. જેમાં મહિલાઓ ભુલ કરે છે અને તે ભુલમાંથી જ તે શીખ મેળવે છે.
અલંકૃતા શ્રીવાસ્તવની ફિલ્મ ડોલી કિટ્ટી અને વો ચમકતે સિતારે (Dolly Kitty Aur Woh Chamakte Sitare)'ની મુખ્ય પાત્રમાં બંન્ને મહિલાઓ ચુલબુલી કે વિદ્રોહી નથી, પરંતુ સામાન્ય છોકરીઓ છે. જે ભુલ કર્યા કરે છે. જેઓ ગેરસમજો અને લિંગવાદનો સામનો કરે છેઅને સામાજિક હતાશાથી મુક્તિ મેળવે છે.