ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Gangubai Kathiyavdai Release: જાણો 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ના એક્ટરોએ કેટલી ફી લીધી - Gangubai Kathiyavdi Trailler

સંજય લીલા ભણસાલીની આગામી દિગ્દર્શિત ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' આજે શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ (Gangubai Kathiyavdai Release) થઇ છે. આ વચ્ચે એ જાણવું મહત્વનું રહ્યું કે, ફિલ્મના એક્ટરોએ કેટલી ફી લીધી (Gangubai Kathiyavadi Actors Fees) છે.. તો ચાલો જાણીએ.

Gangubai Kathiyavdai Release:  જાણો 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ના એક્ટરોએ કેટલી ફી લીધી
Gangubai Kathiyavdai Release: જાણો 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ના એક્ટરોએ કેટલી ફી લીધી

By

Published : Feb 25, 2022, 11:10 AM IST

ન્યૂઝ ડેસ્ક: સંજય લીલા ભણસાલીની આગામી દિગ્દર્શિત ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' આજે સિનેમાઘરોમાં રિલીઝ (Gangubai Kathiyavdai Release) થઇ છે. 'ગંગૂબાઈ કાઠિયાવાડી' ટ્રેલર (Gangubai Kathiyavdi Trailler) બાદથી જ ફિલ્મમાં આલિયા ભટ્ટના રોલને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. લોકોનું માનવું છે કે, આલિયા ભટ્ટની કારકિર્દીની આ સૌથી ચર્ચિત ફિલ્મ છે, જેના પછી તે ગંભીર અભિનેત્રીઓમાં સામેલ થશે. કોવિડને પગલે ફિલ્મને રિલીઝ કરવાથી સ્થગિત કરવામાં આવી હતી, ત્યારે હવે તેને દર્શકો વચ્ચે લાવવાનું શક્ય બન્યું છે.

આ મજબૂત સ્ટાર્સે ફિલ્મ માટે તગડી રકમ પણ વસૂલ કરી

આલિયા ઉપરાંત આ ફિલ્મમાં અજય દેવગણ, હુમા કુરેશી, શાંતનુ મહેશ્વરી, વિજય રાજ ​​જેવા દિગ્ગજ કલાકારો છે. આ મજબૂત સ્ટાર્સે ફિલ્મ માટે તગડી રકમ પણ વસૂલ કરી છે. તો આવો જાણીએ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' માટે કયા અભિનેતાએ કેટલી ફી લીધી (Gangubai Kathiyavadi Actors Fees) છે.

આટલા કરોડ લીધા અજય દેવગણે

મીડિયા રિપોર્ટસ અનુસાર, 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ના દરેક કલાકારે આ માટે લાખો-કરોડોમાં ચાર્જ કર્યો છે. ફિલ્મમાં અજય દેવગણ કેમિયો રોલ કરી રહ્યો છે. રહીમ લાલાના પાત્રમાં અજય ઘણો પ્રભાવ પાડી રહ્યો છે, તેણે ફિલ્મમાં આ સ્પેશિયલ અપિયરન્સ માટે 11 કરોડ રૂપિયા લીધા છે.

આ પણ વાંચો:Dear Father Release Date: 40 વર્ષ બાદ પરેશ રાવલ ગુજરાતી ફિલ્મોમાં પરત ફરશે

વિજય રાઝે આટલા પૈસા કર્યા વસૂલ

પીઢ અભિનેતા વિજય રાઝ આ ફિલ્મમાં ટ્રાન્સજેન્ડર રઝિયાબાઈના પડકારરૂપ રોલમાં જોવા મળશે. ટ્રેલર સામે આવ્યા બાદ તેનું પાત્ર પણ ઘણા વિવાદોમાં રહ્યું છે, જ્યારે રિપોર્ટ અનુસાર, તેણે આ ફિલ્મ માટે 1.50 કરોડની ફી વસૂલ કરી છે.

ટેલિવિઝનના ચોકલેટી બોયએ આટલી ફી લીધી

ટેલિવિઝનનો ચોકલેટી બોય શાંતનુ મહેશ્વરી મોટા પડદે ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે ગંગૂબાઈ સાથે રોમાન્સ કરતો જોવા મળશે અને તેણે આ ફિલ્મ માટે 50 લાખ રૂપિયા લીધા હતા.

આલિયાએ કરી આટલી કમાણી

કમાઠીપુરાની રાણી, ગંગૂબાઈ કાઠિયાવાડી પ્રતિભાશાળી આલિયા ભટ્ટ દ્વારા ભજવવામાં આવી છે, એક અહેવાલ મુજબ, તેણે આ ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે

આ પણ વાંચો:sukesh Chandrasekhar Case Update: સારા અલી ખાન સહિત આ અભિનેત્રી ઠગ સુકેશ ચંદ્રશેખરના નિશાને હતી, EDનો ખુલાસો

ABOUT THE AUTHOR

...view details