ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કરણ જોહર સંજય કપૂરની દિકરી શનાયાને બોલીવુડમાં લોન્ચ કરવા તૈયાર - શનાયા કપૂર

અભિનેતા સંજય કપૂર અને માહીપની પુત્રી શનાયા કપૂર બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. અન્ય કોઈ નહિં પણ કરણ જોહર તેને લોન્ચ કરશે, જેમણે અગાઉ આલિયા ભટ્ટ, વરૂણ ધવન, જાન્હવી કપૂર અને અન્ય ઘણા અભિનેતાઓને તકઓને તક આપી છે.

By

Published : Mar 22, 2021, 2:02 PM IST

  • જાન્હવી અને આલિયા બાદ શનાયાને લોન્ચ કરશે કરણ
  • ફિલ્મ ગુંજન સક્સેનામાં સહાયક દિગ્દર્શક રહી ચૂકી છે શનાયા
  • કરણ સાથે કામ કરતા હું ભાવુક થઈ જઈશ: શનાયા

મુંબઈ: જાન્હવી કપૂર પછી કપૂર પરિવારની બીજી એક દિકરીએ ફિલ્મજગતમાં પ્રવેશ કરવા માટે કમર કસી છે. અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરને કરણ જોહરના બેનર ધરમ પ્રોડક્શન્સ હેઠળ આગામી ફિલ્મમાં લોન્ચ કરવામાં આવશે.

કરણ જોહર કરશે શનાયાને લોન્ચ

સોમવારે સવારે કરણે ઘોષણા કરી હતી કે, તે શનાયાને આગામી ફિલ્મમાં લોન્ચ કરી રહ્યો છે, તે ફિલ્મની જાહેરાત આ વર્ષના જુલાઈમાં કરવામાં આવશે. કરણ બોલીવુડમાં ઘણા નવા ચહેરાઓ લઈને આવ્યો છે. જેમાં આલિયા ભટ્ટ, વરૂણ ધવન અને શનાયાની કઝીન જાન્હવી કપૂર શામેલ છે.

આ પણ વાંચો:નેપોટિઝમ વિવાદને લઈને કરણ અને આલિયાની લોકપ્રિયતા ઘટી, ઈન્સ્ટાગ્રામ પર થઈ રહ્યા છે અનફોલો

કરણ સાથે કામ કરવા ઉત્સુક છે શનાયા

શનાયાને કરણ સાથે કામ કરવા અંગે પૂછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે, "ચોક્કસપણે, હા! મને નથી લાગતું કે કોઈ પણ અભિનેતા તેમને ના કહી શકે, તે કુટુંબના સભ્ય જેવા છે. તે ખૂબ જ પ્રતિભાશાળી દિગ્દર્શક છે. મને લાગે છે, જો કરણના માર્ગદર્શનમાં મને કામ કરવાની તક મળે તો સૌથી પહેલા હું ભાવુક થઈ જઈશ."

સહાયક દિગ્દર્શકનું કામ કરી ચૂકી છે શનાયા

એક અભિનેતા તરીકે ફિલ્મ જગતમાં પ્રવેશતા પહેલા તે એક સહાયક દિગ્દર્શક બનવા માંગતી હતી અને કરણે તેને મદદ પણ કરી હતી. 21 વર્ષની વયે શનાયાએ તેની કઝિનની ફિલ્મ ગુંજન સક્સેના: અ કારગિલ ગર્લમાં સહાયક દિગ્દર્શક બનવાની તક મળી હતી.

આ પણ વાંચો:બૉલિવૂડ ડિરેક્ટર કરણ જોહરની મુશ્કેલીમાં વધારો, વાઇરલ વીડિયો મુદ્દે NCB એ કરણને પાઠવ્યું સમન

ABOUT THE AUTHOR

...view details