ઓરિએન્ટલ સ્ટાર એજન્સીસએ દાવો કર્યો હતો કે, ટી-સિરીઝએ પુરતા રાઈટ્સ મેળવ્યા વિના જ મરજાવામાં નુસરત ફતેહ અલી ખાનનાં ગીત કીન્ના સોનાનો ઉપયોગ કર્યો છે. જો કે ટી-સિરીઝના સંચાલક ભુષણ કુમારે આ દાવો નકારી કાઢ્યો છે.
એજન્સીના જણાવ્યું અનુસાર, ખાને સુફી કવ્વાલીને વિશ્વભરમાં લોકપ્રિય બનાવી છે. 1980ના દાયકામાં તેમની કારકિર્દીની શરૂઆતથી જ OSA આર્ટીસ્ટ રાઈટનું પાલન કર્યું છે. જ્યારે ટી-સિરીઝના સંચાલક ભુષણ કુમાર પુછતા તેમને આ દાવાને ફગાવી દીધો હતો. અને કહ્યું કે, આ ગીત તેમનાં કેટલોગમાં આવે છે. મરજાવાનાએ ટી-સીરીઝનું નિર્માણ છે. અને આ પણ અમારૂ જ ગીત છે.
OSAના સહ-સ્થાપક મોહમ્મદ આયુબે પીટીઆઈને યુકેથી ફોન પર જણાવ્યું હતું કે, તેમની કંપનીએ ભારતીય રેકોર્ડ નિર્માતા બાલી સાગુને તેના કલાકાર તરીકે સાઈન કરી હતી. કિન્ના સોનાને સૌપ્રથમ 1991માં OSA દ્વારા ખાન અને સાગુ સાથે રેકોર્ડ કરવામાં આવ્યું હતું. કોવેન્ટ્રી (યુકે)ના એક સ્ટુડિયોમાં આ ગીત રેકોર્ડ કરવામાં આવ્યું હતું. તે પછીના વર્ષમાં આ ગીત રજૂ થયું હતું. આ ગીતનું પહેલું વર્જન હતું. અને એ પછી ફરીથી ક્યારેય રેકોર્ડ થયું નહોતું. અમારી પાસે કોપિરાઇટ છે. ઘણા લોકો ગીતનાં કવર વર્ઝન બનાવતા હતા, પરંતું કોઈએ અમારી મંજૂરી લીધી નહોતી. નુસરતે OSA સાથે કરાર કરેલો છે.
ખાન ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં નામના ધરાવે છે. તેમનો આગવો ચાહક વર્ગ બંન્ને દેશમાં છે. વર્ષ 1997માં 48 વર્ષની વયે અવસાન તેમનું નિધન થયું હતું. તે તેની કારકિર્દી દરમિયાન OSA સાથે સંકળાયેલા હતા. કંપનીએ પાસે તેના સેંકડો રેકોર્ડિંગ્સ છે.
OSAએ દ્રારા જણાવાયું હતું કે, ટી-સિરીઝનું કિન્ના સોનાનું પ્રથમ વર્ઝન 1995માં આવ્યું હતું. જો કે OSAએ 1991માં તે ગીત નોંધાયું હતું, અને તે જ વર્ષમાં પછીથી તે રજૂ કરવામાં હતું.
જવાબમાં ભુષણ કુમારે કહ્યું કે, કિન્ના સોના 1995થી તેમની પાસે હતું, અને તેમની કંપનીએ આ સિધ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર મરજાવા માટે તેને ફરીથી બનાવ્યું છે, જે આ અઠવાડિયામાં રિલીઝ થશે. હું તમને ખુલાસો આપી શકતો નથી કારણ કે, અન્ય લોકોએ શું દાવો કર્યો છે, તેની સંપૂર્ણ જાણકારી મારી પાસે નથી. ભૂતકાળમાં પણ, તેમએ (OSA)) તેરે બિન નહીં લગતા દિલ મેરા માટે આવો જ દાવો કર્યો હતો. અધિકાર સાબિત કરવા માટે કોઈ સક્ષમ નહોતા. કિન્ના સોનાએ અમારા કેટલોગમાં 20 વર્ષ જૂનું ગીત છે, જેને રીક્રિએટ કર્યું છે. આ સોન્ગ પહેલાથી જ છે, તેથી સ્પષ્ટ છે કે ત્યાં કાગળની કામગીરી હશે, અને જે તે સમયે એ કાર્યવાહી કરવામાં આવી જ હશે. મેરે બેવફા સનમ કેટલોગમાંથી અમે આ ગીતનો ઉપયોગ કર્યો છે.
મેરા પિયા ઘર આયા, તેરે બિન ના લગદા દિલ મેરા, સાનુ એક પલ ચેન ના આવે, યે હલકા હલકા સુરૂર હૈ અને તેરે રશ્ક-એ-કમર જેવી કેટલીક ફિલ્મ્સમાં ખાનના કામની અસંખ્ય વખત નકલ કરવામાં આવી છે.