ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કિયારાની હમશકલે ટિકટોકમાં મચાવી ધુમ, વીડિયો વાયરલ - શેર શાહ

અભિનેત્રી કિયારા અડવાણીની હમશકલ કલ્પના શર્મા આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. કલ્પનાનો એક ટિકટોક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ફિલ્મ કબીર સિંહની પ્રીતિ એટલે કે, કિયારાની સ્ટાઈલ કોપી કરી રહી છે.

Kiara Advani's clone is the new TikTok rage
કિયારાની હમશકલે ટીક-ટોકમાં મચાવી ધુમ

By

Published : Mar 4, 2020, 10:32 AM IST

મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીની હમશકલ કલ્પના શર્મા નામની ટિકટોક યુઝર સોશિયલ મીડિયા પર ઘૂમ માચાવી રહી છે. આ પહેલા કરીના કપૂર, શ્રીદેવી, એશ્વર્યા રાય અને કાજોલની હમશકલ બાદ હવે કિયારાની હમશકલ સામે આવી છે. કલ્પના શર્મા કિયારા જેવા કપડા અને તેના જેવી સ્ટાઈલમાં જોવા મળે છે.

ફિલ્મ કબીર સિંહમાં પ્રીતિના પાત્રની સ્ટાઈલ કોપી કરી લાઈમ લાઈટમાં આવી ગઈ છે. તેના ટિકટોક વીડિયોમાં પ્રીતિ જેવા શુટ અને વ્હાઈટ દુપટ્ટા સાથે જોવા મળે છે. તેણે હેર સ્ટાઈલ પણ પ્રીતિ જેવી જ રાખી છે. વાયરલ થયેલા વીડિયોમાં ડાયલોગ તેમજ એક્ટિંગ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને મોટી સંખ્યા લાઈક્સ મળી રહી છે. વીડિયો વાયરલની દુનિયામાં ધુમ મચાવી રહ્યા છે.

કિયારાની હમશકલે ટીક-ટોકમાં મચાવી ધુમ

કિયારાની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'માં જોવા મળશે. આ સિવાય કિયારા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ફિલ્મ 'શેર શાહ' અને કાર્તિક આર્યન સાથેની ફિલ્મ 'ભૂલ ભૂલૈયા-2'માં જોવા મળશે. અભિનેત્રી 'ઈન્દુ કી જવાની'માં પણ જોવા મળશે.

આ સાથે, કિયારા 6 માર્ચના રોજ નેટફ્લિક્સ પર દર્શાવવામાં આવનારી ફિલ્મ 'દોષી'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન રૂચી નરેને કર્યું છે. કિયારા સિવાય અશ્રુત જૈન પણ આ ફિલ્મમાં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details