ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ખુશી કપૂર અને તેના કથિત બોયફ્રેન્ડ આકાશ મહેતાના ફોટો પર ફેન્સે વરસાવ્યો પ્રેમ - ખુશી કપૂર આકાશ મહેતા અફેર

અભિનેત્રી શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂરે તેના નજીકના મિત્ર આકાશ મહેતા સાથે એક ખુશ તસવીર શેર કરી છે. આકાશ સાથે ખુશીની તસવીર પર પ્રતિક્રિયા આપતાં ફેન્સે તેનીવ ટાઈમલાઈનને હાર્ટ ઇમોજીસથી છલકાવી દીધી હતી.

ખુશી કપૂર
ખુશી કપૂર

By

Published : Apr 6, 2021, 8:22 PM IST

  • મારા પિતા બોયફ્રેન્ડને લઈને ખુલ્લા વિચારો ધરાવે છે: ખુશી
  • હું મારા બધા જ બાળકોને સમાન રીતે પ્રેમ કરું છું: બોની કપૂર
  • અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યાએ કમેન્ટ કરી,"Where are you hello."

મુંબઈ: ખુશી કપૂર તેના અભ્યાસ માટે USમાં રહે છે, તેના નજીકના મિત્ર આકાશ મહેતા સાથે તેણે એક સંદર ફોટો શેર કર્યો છે. ખુશીની નવીનતમ તસવીરે તેની મિત્ર નવ્યા નવેલી નંદાએ કમેન્ટ કરી હતી કે, "Where are you hello." ખુશી આકાશને પકડતી હોય તેવી એક તસવીર તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેના ચહેરા પરનું વિશાળ સ્મિત સાબિત કરે છે કે તે આકાશ સાથે કેટલી ખુશ છે.

ખુશી કપૂર અને આકાશ મહેતા

આ પણ વાંચો:જાહન્વી કપૂર USમાં ખુશી સાથે મુલાકાત બાદ મુંબઇ પાછી ફરી, પૂજા હેગડે કેમેરામાં કેદ

ખુશીએ જવાબ આપ્યો, "મેસેજિંગ યુ."

ખુશી કપૂરે કેપ્શનમાં સ્પગેટી ઇમોજી સિવાય કંઇ લખ્યું નથી, પરંતુ તેના ફેન્સ તેને અને આકાશને એક સાથે જોવા માટે ઉત્સાહિત છે અને ફેન્સે તેની ટાઈમલાઈનને હાર્ટ ઇમોજીસ અને ટિપ્પણીઓથી છલકાવી દીધી છે. અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા, જે ખુશીના નજીકના મિત્રોમાંથી એક છે તેણે પણ પૂછ્યું હતું કે, તે ક્યાં છે? જેના પર ખુશીએ જવાબ આપ્યો હતો, "મેસેજિંગ યુ."

ખુશી કપૂર અને આકાશ મહેતા

બોની કપૂર ખૂબ જ પ્રોટેક્ટિવ પિતા છે

આ પહેલીવાર નથી જ્યારે ખુશી અને આકાશની તસવીરોએ ફેન્સને ઉત્સાહિત કર્યા હોય. ખુશી તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલને પબ્લિક કરે તે પહેલાં જ આકાશ સાથેની તેની તસવીરો ઓનલાઇન લિક થાય છે અને સોશિયલ મીડિયા પર તોફાન પેદા કરે છે.હજી તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે, ખુશી આકાશને ડેટ કરી રહી છે કે નહિં, પરંતુ જો તે કરી રહી હોય તો તેના પિતા બોની કપૂરને કોઈ સમસ્યા ન હોવી જોઈએ. તેના પિતા વિશે બોલતા ખુશીએ એકવાર કહ્યું હતું કે, "મને લાગે છે કે મારા પિતા બોયફ્રેન્ડને લઈને ખુલ્લા વિચારો ધરાવે છે." ખુશીએ વધુમાં ખુલાસો કર્યો કે, તેના પિતા અતિશય પ્રોટેક્ટિવ છે. "એકવાર મારા પપ્પાએ મારા મિત્રને મેસેજ કર્યો હતો કે, 'તારો અને ખુશીનો ફોટો મોકલ".

આ પણ વાંચો:જાહ્નવી કપૂરે બહેન ખુશી કપૂર સાથેની વેકેશનની તસવીર કરી શેર

LAમાં સીનેમાનો કોર્સ કરી રહી છે ખૂશી કપૂર

દરમિયાન, બોનીએ તાજેતરમાં ખુલાસો કર્યો છે કે, ખુશી અભિનેત્રી બનવાની ઇચ્છા રાખે છે. તેણે લોકડાઉન પહેલાં લોસ એન્જલસમાં સિનેમાનો કોર્સ પૂરો કર્યો હતો અને હવે, તે ફરીથી સિનેમાનો બીજો કોર્સ કરવા માટે એલ.એ. ગઈ છે, બોનીએ વધુમાં જણાવ્યું હતું કે, " તે ભારત આવીને પોતાની કારકિર્દી શરૂ કરશે. મારા બાળકોમાં તે સૌથી નાની હોવાને કારણે, હું ખાસ કરીને ખુશી માટે વધુ પ્રોટેક્ટિવ છું, જો કે હું મારા બધા જ બાળકોને સમાન રીતે પ્રેમ કરું છું."

ABOUT THE AUTHOR

...view details