મુંબઈ: અભિનેત્રી અમી ત્રિવેદી ‘તેરા યાર હું મે’ નામના શો માં એન્ટ્રી કરી રહી છે. તેણે તેની ભૂમિકા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે તે ખૂબ જ રસપ્રદ અને પડકારજનક છે.
મોટાભાગે અમી ગુજરાતી પાત્રો ભજવતી જ જોવા મળતી હોય છે. પરંતુ તેની આ ભૂમિકા થોડી અલગ છે. આ શો માં તે ઋષભની માતાની ભૂમિકામાં જોવા મળશે.
'ખીચડી' ફેમ અમી ત્રિવેદી ‘તેરા યાર હું મે’ માં જોવા મળશે આ વિશે અમીએ જણાવ્યું, " હું આ ભૂમિકા મેળવીને ખુશ છું કારણકે આ સિરીયલની વાર્તામાં હળવી કોમેડી પર ભાર મૂકવામાં આવ્યો છે. દર્શકોને હસાવવામાં મને પણ આનંદ આવે છે.
‘તેરા યાર હું મે’ જયપુરમાં રહેતા એક કુટુંબની વાર્તા છે. જે પિતા-પુત્ર ની જોડી રાજીવ અને ઋષભ પર આધારિત છે.