ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વરૂણ ધવન સ્ટારર 'સનકી' ફિલ્મ ડાયરેક્ટ કરશે અનુરાગ સિંહ - બદલાપુર

વરૂણ ધવન ફિલ્મ 'સનકી'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ સાઉથ ફિલ્મની 'ફ્રીક' રિમેક છે. 'કેસરી' ફિલ્મના નિર્દેશક અનુરાગ સિંહ આ ફિલ્મનું નિર્દેશન કરવા જઇ રહ્યા છે.

varun dhawan
varun dhawan

By

Published : Oct 30, 2020, 11:04 PM IST

  • વરૂણ ધવનની આગામી ફિલ્મ ‘સનકી’
  • સનકીનું દિગ્દર્શન અનુરાગ સિંહ કરશે
  • અનુરાગ સિંહ 'કેસરી'ના ડારેક્ટર છે

મુંબઈ: 2019ની હિટ ફિલ્મ અક્ષય કુમાર અભિનીત પિરિયોડિક ડ્રામા 'કેસરી'ના ડિરેક્ટર અનુરાગ સિંહ વરૂણ ધવન-સ્ટારર ફિલ્મનો સનકીનું ડાયરેકશન કરવા જઇ રહ્યા છે. સનકી ફિલ્મના ક્રેઝમાં વરૂણ ધવન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ સાઉથ ફિલ્મ ફ્રીકની રિમેક હશે. આ ફિલ્મની સ્ટોરી રજત અરોરાએ લખી છે.

વરૂણ ધવન એક્શન અવતારમાં જોવા મળશે

વરૂણ ધવન આ એક્શન ફિલ્મમાં ક્યારેય ન જોવા મળેલા એક્શન અવતારમાં જોવા મળશે. જો કે, આ અગાઉ પણ વરૂણ ફિલ્મ બદલાપુરમાં એક્શન કરતો જોવા મળ્યો હતો, પરંતુ આ ફિલ્મમાં બદલાપુર કરતા વધારે એક્શન જોવા મળશે.

અનુરાગ સિંહે પંજાબી સિનેમામાં ઘણી ફિલ્મોનું ડાયરેક્શન કર્યું છે

દિગ્દર્શક અનુરાગ સિંહ વિશે વાત કરીએ તો, તેમને પંજાબી સિનેમામાં ઘણી ફિલ્મોનું ડાયરેક્શન કર્યું છે, પરંતુ 2019ની હિટ ફિલ્મ 'કેસરી'એ તેમને બોલિવૂડના પ્રોડ્યુશરમાં લોકપ્રિય બનાવ્યા છે.

વરૂણ ધવનને ફિલ્મ જગતમાં 8 વર્ષ પૂરા થયા

તાજેતરમાં વરૂણ ધવનને ફિલ્મ જગતમાં 8 વર્ષ પૂરા થયા છે. જે દરમિયાન અભિનેતા વરૂણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી અને પોતાના પ્રશંસકોને સપોર્ટ કરવા અને પ્રેમ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. વરૂણ ધવનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, વરૂણ ધવન ફિલ્મ કુલી નંબર-1માં જોવા મળશે. આ ફિલ્મમાં તે સારા અલી ખાન સાથે જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details