- MS ધોની ફિલ્મમાં સુશાંતના મિત્ર સરદારના રોલમાં દેખાયા
- વીડિયોમાં જીવનની મુશ્કેલી અને પત્ની સાથેના સંબંધો વિશે જણાવ્યું
- છેલ્લા ઘણાં સમયથી માનસિક તાણ અનુભવી રહ્યા હતા
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત સ્ટારર 'એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'માં સુશાંત સિંહ રાજપૂતના સરદાર મિત્રના રોલમાં નજર આવેલા અભિનેતા સંદીપ નાહરે સુસાઈડ કર્યું છે. મંગળવારે સાંજે તેને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેને પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
છેલ્લા કેટલાયે સમયથી માનસિક તાણથી પીડાય રહ્યો હતો
ગયા વર્ષે ફિલ્મ એમ. એસ. ધોનીમાં લીડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરીને સૌને હેરાન કરી દીધા હતા. હવે તે જ ફિલ્મનો હિસ્સો રહેલા એક્ટર સંદીપ નાહરેની આત્મહત્યાની ખબર સામે આવી છે. સંદીપ છેલ્લા કેટલાયે સમયથી માનસિક તાણથી પીડાય રહ્યો હતો. સોશિયલ મીડિયા દ્વારા તેમણે પોતાની પરિસ્થિતી જણાવી હતી. જો કે, તેમના મોત પાછળના ચોક્કસ કારણોની જાણકારી હજુ મળી નથી, પરંતુ પોલીસને શંકા છે કે સંદીપે આત્મહત્યા કરી છે.
MS ધોની ફિલ્મમાં સુશાંતના કો-એક્ટર રહેલા સંદીપ નાહરે આત્મહત્યા કરી સંદિપ નાહરે વીડિયોમાં મુશ્કેલીઓ અને તેની પત્ની કંચન શર્મા સાથેના સંબંધ વિશે જણાવ્યું
સંદિપ નાહરે વીડિયોમાં ફેસબુક પેજ પર તેમના જીવનની મુશ્કેલીઓ અને તેની પત્ની કંચન શર્મા સાથેના સંબંધ વિશે જણાવ્યું હતું. મૃત્યુ પછી કેટલાક લોકોએ સંદીપના મૃત્યુંને આત્મહત્યા જણાવી છે પરંતુ ગોરેગાંવ પોલીસનું માનીએ તો, અભિનેતાએ આત્મહત્યા કરી છે અથવા તો ક્યાં કારણસર તેમનું મૃત્યું થયું છે તે હજુ સુધી નક્કિ થયું નથી. તેનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ જાણવા મળશે.