મુંબઈ: રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી કીર્તિ સુરેશની આગામી ફિલ્મ 'પેંગુઇન' એક મનોવિજ્ઞાનિક-રોમાંચક ફિલ્મ છે, જેમાં એક ભયંકર દેખાતી માસ્ક પહેરેલી વ્યક્તિનું પાત્ર પણ છે.
અભિનેત્રી કિર્તી સુરેશની ફિલ્મ 'પેંગુઇન'નું 19 જૂને થશે વર્લ્ડ પ્રીમિયર - Actress Kirti Suresh
અભિનેત્રી કિર્તી સુરેશની ફિલ્મ 'પેંગુઇન'નું વર્લ્ડ પ્રીમિયર 19 જૂને થશે. તેણે જણાવ્યુ હતું કે આ ફિલ્મની શૂટિંગ 35 દિવસમાં જ પૂરું થઈ ગયું હતું અને તેમણે 0આ ફિલ્મ વિશેની જાણકારી આપી હતી.
અભિનેત્રીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં તેણે વિચાર્યું આ ફિલ્મ સંગીત પર આધારિત છે. તેથી સંગીતમય હસે બાદમાં તેમણે IANSને કહ્યું, 'મારા પાત્રનું નામ રિધમ છે, તેથી મને લાગ્યું કે, આ ફિલ્મ મ્યૂઝિકલ બનશે. પરંતુ ફિલ્મ સંગીતમય નહિ એક મનોવિજ્ઞાનિક-રોમાંચક ફિલ્મ છે. જેમાં વધારે ગીતો પણ નથી.
પોતાના શૂટિંગના દિવસોને યાદ કરતાં તેમણે જણાવ્યું કે, અમે 35 દિવસમાં ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. આ ખૂબ ટૂંકા સમયમાં કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં અભિનય કરનારા લોકોમાં અમારા ટેક્નિશિયન પણ હતા. લાઇટમેન અને મેકઅપ મેન પણ તેમા સામેલ હતા. તેણે કહ્યું કે, ફિલ્મના વિલન વિશે સેટ પર એક રહસ્ય હતું. ખૂબ જ ઓછા લોકો તેને જાણતા હતા. તે ખૂબ રસપ્રદ અને ગુપ્ત હતું.