ગુજરાત

gujarat

ETV Bharat / sitara

લોકડાઉનમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની 12મી સીઝન પ્રસારિત થશે - બિગ બી અમિતાભ બચ્ચન

ટેલિવિઝનના સૌથી લોકપ્રિય રિયાલિટી ક્વિઝ શો ''કૌન બનેગા કરોડપતિ''ની 12મી સીઝન લોકડાઉન દરમિયાન પ્રસારિત કરવામાં આવશે. જેની નોંધણી શરૂ થઈ છે. આ માટે શનિવારે બિગ બીએ કોરોનાને સંબંધિત પ્રથમ પ્રશ્ન પૂછ્યો હતો.

લોકડાઉનમાં ''કૌન બનેગા કરોડપતિ''ની 12 મી સીઝન પ્રસારિત થશે
લોકડાઉનમાં ''કૌન બનેગા કરોડપતિ''ની 12 મી સીઝન પ્રસારિત થશે

By

Published : May 10, 2020, 5:21 PM IST

મુંબઇ: કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે ચાલી રહેલા લોકડાઉનના પગલે બધુ અટકી ગયું છે. પરંતુ આ દરમિયાન, ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય રિયાલિટી ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની 12મી સીઝન પ્રસારિત કરવામાં આવશે.

શનિવારથી શોની નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ માટે સાંજે અમિતાભ બચ્ચને નોંધણી પ્રક્રિયા માટે પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે, 'ચીનમાં પ્રથમ વખત કોરોના વાઇરસની ઓળખ કયા થઈ હતી?'

તમને જણાવી દઈએ કે, બિગ બીના આ પ્રખ્યાત શો 'કૌન બનેગા કરોડપતિ'ની 12મી સીઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. શોનો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. બિગ બી 22 મે સુધી દરરોજ રાત્રે એક નવો સવાલ પૂછશે. કેબીસી સીઝન 12 માટે નોંધણી કરાવનારા ઉમેદવારોએ એસએમએસ અથવા સોની લીવ એપ્લિકેશન દ્વારા પ્રશ્નોના યોગ્ય જવાબ આપવાના રહેશે.

લોકડાઉન વચ્ચે ઘણા લોકોએ 'કેબીસી'ના શૂટિંગ માટે અમિતાભને પૂછપરછ કરી હતી. ત્યારબાદ અમિતાભે તેના બ્લોગમાં જવાબ આપતા કહ્યું, "શૂટિંગ વખતે શક્ય તેટલી સાવચેતી રાખવામાં આવી હતી .. બે દિવસનું કામ એક જ દિવસમાં પૂર્ણ થયું હતું. કામ સાંજના છ વાગ્યે શરૂ થયું હતું અને ટૂંક સમયમાં સમાપ્ત થઈ ગયું હતું."

વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, અમિતાભ બચ્ચન જલ્દીથી બોલિવૂડમાં મોટી ધમાલ કરવા જઇ રહ્યા છે. આ ફિલ્મોમાં 'ચેહરે', 'ઝૂંડ', 'બ્રહ્માસ્ત્ર' અને 'ગુલાબો-સીતાબો' શામેલ છે. થોડા દિવસો પહેલા બિગ બીની આગામી ફિલ્મ ઝુંડનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેમાં તે કોચની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details