- જાણો આ છે કેટરીનાના સપનાનો રાજકુમાર
- જાણો કેટરિના તેના જીવનસાથી પાસેથી ક્યાં ત્રણ ગુણોની આશા છે
- કેટરીના અને વિકીના અફેરનો ખુલાસો એક્ટર હર્ષવર્ધન રાણે કર્યો
હૈદરાબાદઃ કેટરિના કૈફ અને વિકીકૌશલના લગ્ન (katrina Vicky Wedding) હવે નજીકમાં છે, ત્યારે લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને બન્ને પરિવાર રાજસ્થાન જવા નીકળી ગયા છે. આ દરમિયાન કેટરિના કૈફનો એક જૂનો ઈન્ટરવ્યુ ઘણો વાયરલ (Katrina kaif Old video Viral) થઈ રહ્યો છે. ઈન્ટરવ્યુમાં કેટરીના ત્રણ બાબતો વિશે જણાવ્યું છે, જેની તે તેના પતિ પાસેથી અપેક્ષા રાખે છે. અટલે જ કદાચ કેટરિના કૈફને એવું લાગ્યુ હશે કે, વિકી કૌશલ તેના જીવનસાથીના રૂપમાં એકદમ પરફેકટ છે.
કેટરિનાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું તેના જીવનસાથીમાં ક્યાં ત્રણ ગુણની આશા છે
તમને જણાવી દઈએ કે,ફિલ્મફેરને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે લગ્ન માટે કેવો છોકરો ઈચ્છે છે. આ ઈન્ટરવ્યુમાં કેટરિનાએ તે ત્રણ ગુણો વિશે વાત કરી હતી જે તે તેના પતિમાં જોવા માંગતી હતી. પ્રથમ ગુણ એ હોવો જોઈએ કે, મને તેના વિશે બઘી જાણકારી હોવી જોઇએ, બીજું, તેનો સેંસ ઓફ હ્યમૂર સારો હોવો જોઇએ, ત્રીજો મહત્વનો ગુણ એ કે અમે એક બીજાને સારી રીતે સમજી શકતા હોવા જોઇએ. આ દરમિયાન અભિનેત્રીને એ પણ પૂછવામાં આવ્યું કે, વર્ષ 2019માં તે સૌથી મહત્વની વસ્તુ શું ઈચ્છે છે, તેના જવાબમાં કેટરીના કૈફે મજાકીયે અંદાજમાં કહ્યું હતું બોયફ્રેન્ડ.
આ પણ વાંચો:કેટરીના કૈફે લૉન્ચ કરી મેકઅપ લાઇન, 'કોપી કેટ'નું મળ્યું ટેગ!