- કેટરીના કૈફની લગ્નની વાત સામે સ્પષ્ટતા
- વિકી કૌશલ સાથે લગ્નની વાતને કેટરીનાએ આપ્યો રદીયો
- ઇ-ટાઈમ્સના અહેવાલનું ખંડન કરતી અભિનેત્રી
ન્યૂઝડેસ્ક :કેટરિના કૈફ અને વિકી કૌશલ વિશે તાજેતરમાં ખબર આવી હતી કે બંને આ વર્ષે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં લગ્ન (Katrina Kaif wedding) કરવા જઈ રહ્યાં છે. આ કપલે (Katrina Kaif and Vicky Kaushal to get married)લગ્ન માટે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા બૂક કરાવ્યો છે અને ફેમસ ફેશન ડિઝાઈનર સબ્યસાચીને લગ્નના પોશાકનો ઓર્ડર પણ આપ્યો છે. હવે આ અફવાઓ પર કેટરીના કૈફનું નિવેદન આવ્યું છે.
લગ્નની વાત અફવા છે
ઈ-ટાઈમ્સના સમાચાર મુજબ બોલિવૂડ લાઈફને આપેલા ઈન્ટરવ્યુમાં કેટરીના કૈફે એક્ટર વિકી કૌશલ સાથે લગ્નની અફવાઓને ખોટી ગણાવી છે. ઈન્ટરવ્યુમાં કેટરીનાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે આ અફવાઓમાં કોઈ સત્ય નથી અને તે લગ્ન કરવા જઈ રહી નથી. જ્યારે કેટરીનાને પૂછવામાં આવ્યું કે શું તેને કોઈ અંદાજ છે કે લગ્નની અફવાઓ કેમ છે તો કેટરીનાએ કહ્યું કે તે છેલ્લાં 15 વર્ષથી આવી વાતોનો સામનો કરી રહી છે.
ઇ-ટાઈમ્સે જ બંનેના લગ્ન અંગે સમાચાર આપ્યાં હતાં