ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલિવુડ અભિનેત્રી કેટરીના કૈફે ફોટોશૂટનો BTS વીડિયો કર્યો શેર, જોવા મળી અલગ અલગ લુકમાં - katrina kaif photo

બોલિવુડ અભિનેત્રી કેટરીના કૈફ અવારનવાર પોતાની ફિલ્મોથી કાં તો પોતાના ગ્લેમરસ લુકથી ચર્ચામાં રહે છે. કેટરીના અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ત્યારે રવિવારે કેટરીનાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટોશૂટનું BTS એટલે કે બિહાઈન્ડ ધ શૂટિંગનો વીડિયો શેર કર્યો હતો, જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. https://www.instagram.com/p/CSBkWb1tCOq/?utm_source=ig_web_copy_link

કેટરીના કૈફ
કેટરીના કૈફ

By

Published : Aug 2, 2021, 4:22 PM IST

  • બોલિવુડ અભિનેત્રી કેટરીના કૈફે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • કેટરીનાએ એક ફોટોશૂટનું BTSનો વીડિયો કર્યો શેર
  • કેટરીના કૈફનો વીડિયો થઈ રહ્યો છે વાઈરલ

ન્યૂઝ ડેસ્ક: બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી કેટરીના કૈફ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. કેટરીના બાર્બી ગર્લના નામે પણ ઓળખાય છે. તે અવારનવાર પોતાના નવા નવા ગ્લેમરસ અને આકર્ષક ફોટો-વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ત્યારે રવિવારે કેટરીનાએ એક ફોટોશૂટનું BTS એટલે કે બિહાઈન્ડ ધ શૂટિંગનો એક વીડિયો શેર કર્યો છે, જે લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે. કેટરીના આ વીડિયોમાં અલગ અલગ કપડાંમાં જોવા મળી રહી છે.

આ પણ વાંચો- Bollywood Actor Salman Khanએ કઈ રીતે કેટરીના કૈફને જન્મદિવસની શુભેચ્છા આપી? જુઓ

કેટરીનાના વીડિયોને 11 લાખથી વધુ લાઈક્સ મળ્યા

કેટરીના કૈફનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થઈ રહ્યો છે. તેના ફેન્સ કેટરીનાનો આ અલગ અલગ લુક ખૂબ જ પસંદ કરી રહ્યા છે. કેટરીનાના આ વીડિયોને 11 લાખથી વધુ લાઈક્સ મળ્યા છે. આપને જણાવી દઈએ કે, કેટરીના આગામી ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમાર સાથે જોવા મળશે. આ ઉપરાંત તે ફોન ભૂતમાં પણ જોવા મળશે, જેમાં તે ઈશાન ખટ્ટર અને સિદ્ધાર્થ ચતુર્વેદી સાથે જોવા મળશે. આ ઉપરાંત કેટરીના ટાઈગર-3માં પણ સલમાન ખાન સાથે જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details