મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફનું નામ પણ સેલેબ્સમાં સામેલ થઈ છે. જેઓ લોકડાઉન દરમિયાન રોજિંદા કામદારોની સહાય આગળ આવ્યાં છે.
કેટરિના પોતાની બ્યુટી બ્રાન્ડ 'કે બાય કેટરિના'ની મદદથી મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં રોજિંદા મજૂરો માટે ભોજન-પીવાની વ્યવસ્થા કરશે. અભિનેત્રીની બ્યુટી બ્રાન્ડે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી હતી. ખુદ કેટરિનાએ પણ આ અંગે ચાહકોને જાણ કરી હતી.
કેટરિનાએ કહ્યું કે,'હું આશા રાખું છું કે તમે બધા સુરક્ષિત રહેશો. આ આપણા બધા માટે ખૂબ જ મુશ્કેલ મહિનો રહ્યો છે, પરંતુ લોકો આ રોગને દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે. જેમકે આપણે બધાએ જોયું છે કે, એવા ઘણા લોકો છે કે જેઓ આ સમયે સૌથી વધુ દુઃખ ભોગવી રહ્યાં છે અને કેટલાક એવા પણ છે, જેઓએ બીજાઓ કરતાં વધારે વેદના ભોગવી છે. જેથી લોકો અમારી સાથે જોડાય જરૂરી છે. જેથી આપણે એ લોકોને મદદ કરી શકીએ. જેમને ખરેખર જરૂર છે.
અભિનેત્રીએ આગળ લખ્યું છે કે, અમારી બ્રાન્ડ મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના દરરોજના કામદારોને મદદ કરશે અને તેમના પરિવારો માટે ખાવા-પીવાથી લઈને સ્વચ્છતા સુધીની વ્યવસ્થા કરશે. આપણે બધા સુરક્ષિત રહીએ આ યુદ્ધમાં એકબીજાની સાથે રહીએ.