- કેટરિના કૈફ અને વિકી કૌશલ ડિસેમ્બર સુધીમાં લગ્ન કરશે
- કેટરિનાએ વેડિંગ લહેંગા માટે રો સિલ્ક ફેબ્રિક પસંદ કર્યું
- કેટરિનાએ વિકીને ગળે લગાવ્યાના સમાચાર
હૈદરાબાદઃવિકી કૌશલ અને કેટરીના કૈફના ફેન્સ માટે એક મોટી ખુશખબર છે. પ્રખ્યાત કપલ વિકી અને કેટરિના આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન (Katrina Kaif and Vicky Kaushal to get married by December) કરવા જઈ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી હેડલાઇન્સમાં બનેલા વિકી કૌશલ અને કેટરીના કૈફની સિક્રેટ સગાઈના સમાચારે જોર પકડ્યું હતું. હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિકી અને કેટરીનાએ રિલેશનશિપમાં એક પગલું આગળ વધાર્યું છે.
કેટરીનાએ પણ લગ્નની તૈયારીઓ શરૂ કરી
અહેવાલ છે કે કેટરીનાએ પણ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મીડિયા રીપોર્ટ્સ મુજબ, વિકી અને કેટરિના કૈફે લગ્ન (Katrina Kaif and Vicky Kaushal to get married)ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બંને ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ માટે કેટરીના કૈફે લગ્નના લહેંગા માટે પ્રખ્યાત ફેશન ડિઝાઈનર સભ્યસાચીની પસંદગી કરી છે.
કેટરિનાએ વેડિંગ લહેંગા માટે રો સિલ્ક ફેબ્રિક પસંદ કર્યું
કેટરીનાએ હવે તેના લગ્નના લહેંગા માટે સારા ફેબ્રિકની પસંદગી કરી છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, કેટરિનાએ વેડિંગ લહેંગા માટે રો સિલ્ક ફેબ્રિક પસંદ કર્યું છે. નવેમ્બર અથવા ડિસેમ્બરમાં કેટરિના અને વિકીના લગ્ન (Katrina Kaif and Vicky Kaushal wedding)ના સમાચારની પુષ્ટિ થઈ છે.