- કેટવિકીએ પોતાના ફેન્સ માટે પિઠીની રસમની તસવીરો કરી શેર
- કેટવિકી તસવીરો પર કેપ્શન આપ્યું નવા જીવન માટે તમારા પ્રેમ અને આશીષની જરૂર
- કેટવિકીના લગ્ન મંડપને કાચ અને સુગંધિત ફૂલોથી શણગારવામાં આવ્યો હતો.
હૈદરાબાદઃકેટરિના કૈફ અને વિકી કૌશલ હવે પતિ-પત્ની બની ગયા છે. રાજસ્થાનના સવાઈ માધોપુર સ્થિત સિક્સ સેન્સ ફોર્ટ(Madhopur Six sense Fort) બરવાડામાં 9 ડિસેમ્બરના રોજ બન્નેએ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કેટરીના અને વિકીએ તેમના લગ્નની (Katrina Vicky Wedding) તસવીરો સોશ્યિલ મીડિયા (Social media) પર શેર કરી હતી. હાલ વિકી કેટરીનાએ શનિવારે તેની પિઠી રસમની સુંદર અને યાદગાર તસવીરો શેર (KATRINA KAIF AND VICKY KAUSHAL SHARED HALDI CEREMONY PHOTO) કરી છે.
કેટવિકીની પિઠીની રસમની તસવીરો કરાઇ શેર
કેટરીના અને વિકી બંનેએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Katrina kaif And Vicky kaushal InstaGram Account) પર પિઠી રસમની તસવીરો શેર કરી છે અને હલ્દી સેરેમનીની તસવીરો શેર કરતા કેટરીનાએ લખ્યું, 'આભાર, ધીરજ, ખુશી'.
પિઠી રસમની તસવીરો શેર કરી કેપ્શન આપાયું
તે જ સમયે, વિકી કૌશલે પણ પિઠી રસમની તસવીરો શેર કરીને આવું જ કેપ્શન આપ્યું છે. જણાવીએ કે, આ કપલ દ્વારા તેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર એક સાથે શેર કરવામાં આવી છે.
કેટવિકીના લગ્ન હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કપલ આગલા દિવસે ત્રણ સભ્યો સાથે ડબલ એન્જિનવાળા હેલિકોપ્ટરમાં જયપુર એરપોર્ટ જવા રવાના થયું હતું. લગ્ન પહેલા કેટરીના કૈફ અને વિકી કૌશલ જયપુર એરપોર્ટ પર જ ઉતર્યા હતા. ત્યાંથી સવાઈ માધોપુર પહોંચ્યા હતા. બન્નેના લગ્ન ગુરુવારના રોજ હિંદુ રીતિ-રિવાજ મુજબ પૂર્ણ થયા હતા અને આ લગ્નમાં બોલિવૂડ જગતની જાણીતી હસ્તીઓ સામેલ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
કેટવિકી કામના કારણે પરત ફરશે